શિયાળામાં ઘણા રોગો થવાની સંભાવના વધી જાય છે , ખાસ કરીને હાર્ટ એટેકનું જોખમ આ સીઝનમાં વધારે હોય છે. સંશોધન ખે છે કે, ઠંડા હવામાનમાં હાર્ટ એટેક વધુ તીવ્ર હોય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલના એક અહેવાલ મુજબ ૨૫ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરીની વચ્ચે હૃદયરોગને લગતા મૃત્યુદરમાં તીવ્ર વધારો થાય છે.
બર્મિંગહામ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર સ્ટીફન પી. ગ્લાસરે જણાવ્યું છે કે, શિયાળાના મહિનાઓમાં દિવસના કલાકોમાં ફેરફાર થાય છે, એક ફેરફાર જેમાં કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સંતુલન પણ બગડે છે, જેનાથી હૃદય પર વધારાનું દબાણ આવે છે. ઠંડા તાપમાનને કારણે ધમનીઓ કઠોર બને છે, લોહીનો પ્રવાહ અવરોધે છે. એ હૃદયને ઓક્સિજન સપ્લાય ઘટાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
ગ્લાસર કહે છે કે, ‘ઠંડા વાતાવરણમાં હૃદયને ઓક્સિજનની વધારે જરૂર હોય છે કારણ કે શરીરમાં ગરમી જાળવવા માટે ઘણું કામ કરવું પડે છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે, સવારે હાર્ટ એટેક અને હ્રદયરોગ સંબંધિત સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. સંશોધનકારો કહે છે કે, મોટાભાગના લોકોને સવારે બ્લડ પ્રેશર વધવાના કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવે છે.
ગ્લાસર કહે છે કે, શિયાળાના વહેલા અંધકારને કારણે લોકો તેમના મોટાભાગના કામ સવારે વહેલા કરે છે. પ્રવૃત્તિઓના સમયમાં બદલાવને કારણે તેની અસર શરીર પર પણ પડે છે, જેના કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર વધે છે અને હોર્મોન્સ પણ બદલાય છે.
ગ્લાસર કહે છે કે, શિયાળામાં લોકોએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. જો તમને હ્રદયરોગ છે અને તમે સવારમાં સખત મહેનત કરવા માંગતા ન હોવ, તો તમારી પ્રવૃત્તિ પર કટોતી કરો. અને ધીમે ધીમે વધારીને શરૂઆત કરો. રક્તવાહિની તંત્ર કોઈપણ ફેરફારને ધીરે ધીરે સ્વીકારવા માટે સક્ષમ છે. ગ્લાસરે ચેતવણી આપી હતી કે, નિત્યક્રમમાં અચાનક ફેરફાર જોખમી હોઈ શકે છે.
શિયાળામાં આ સાવધાની રાખો:
અમેરિકન સેફ્ટી એન્ડ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ સુઇ લેહી કહે છે કે, ૧૫ મિનિટથી વધુ સમય સુધી કોઈ સખત કસરત ન કરો. બહાર જતા પહેલા મોડી રાત્રે તમારી પલ્સ તપાસો. કસરત પછી તરત જ કોફી અથવા સિગરેટ ન પીવો કારણ કે કેફીન અને નિકોટિનને કારણે હૃદય પર દબાણ વધે છે.
વ્યાયામ શરીર માટે ખૂબ જ સારો છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે, જ્યારે શરીર તેના માટે તૈયાર ન હોય ત્યારે કસરત ન કરવી જોઈએ. જો તમને કોઈ હૃદય રોગ છે, તો ડોક્ટર ની દેખરેખ હેઠળ કસરત કરો. તમારો નવો નિત્યક્રમ ધીરે ધીરે શરૂ કરો અને તમારા ડોક્ટર ના સંપર્કમાં રહો.
નિષ્ણાંતો કહે છે કે, શિયાળામાં તહેવારોને લીધે, ઘણી રજાઓ અને આ સમય દરમિયાન લોકો ખાવા-પીવામાં ઘણી પ્રકારની બેદરકારી લે છે. ઠંડીની સીઝન માં , લોકો ખૂબ ખાતા પીતા હોય છે, તેઓ ધૂમ્રપાન કરે છે, જેનાથી તેમનું વજન વધે છે. આ બધી બાબતોથી હૃદયરોગનું જોખમ વધે છે. તળેલા ખોરાક ખાવાનું ટાળો અને આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle