ગુજરાતમાં આવેલ અરવલ્લી જીલ્લામાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. અરવલ્લીમાં આવેલ મોડાસાની નિલાંશી પટેલે વર્ષ 2020 માં કુલ 200 સેમી લાંબા વાળ સાથે જૂનિયર્સ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. જેને કારણે જૂનિયર વર્લ્ડ રેકોર્ડ દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું હતું.
નિલાંશીએ વર્ષ 2018માં ઈટાલીમાં આવેલ રોમમાં કુલ 170.5 સેમી લાંબા વાળની સાથે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં નામ નોંધાવ્યુ હતું. નિલાંશીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડતાં વર્ષ 2019 માં કુલ 190 સેમી લાંબા વાળની સાથે બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
મોડાસાના શિક્ષક દંપતી બ્રિજેશભાઈ પટેલ તથા કામિનીબેનની દિકરી નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’ માં નોંધણી કરાવી હતી. બાળપણથી જ નિલાંશી તથા એના માતા-પિતાની ઈચ્છા હતી કે, દુનિયામાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે.
વાળની કાળજી રાખવાનુ શરૂ કર્યુ તેમજ કુલ 2 વખત ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2018 માં કુલ 170.5 સેમી લાંબા વાળની સાથે ઈટલીમાં આવેલ રોમમાં આ રેકોર્ડ સર્જ્યો હતો. આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડી નાંખ્યો હતો.
18 વર્ષથી નીચેની ઉંમરે વર્ષ 2018 તથા 2019 એમ સતત 2 વર્ષ સુધી પોતાનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે. વર્ષ 2020માં જૂનિયર વર્લ્ડ રેકોર્ડ દ્વારા એનું કુલ 200 સેમી લાંબા વાળની સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સતત ત્રીજા વર્ષે આ વિદ્યાર્થીની પ્રથમ હરોળમાં રહેતા ચૌધરી સમાજ તથા મોડાસાનું ગૌરવ વધાર્યુ હતું.
આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો :
સતત 2 વખત ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં નિલાંશી પટેલે સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2018 માં કુલ 170.5 સેમી લાંબા વાળની સાથે ઈટલીમાં આવેલ રોમમાં આ રેકોર્ડ સર્જ્યો હતો તથા આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડ્યો હતો. 18 વર્ષથી નીચેની ઉંમરે વર્ષ 2018 તથા વર્ષ 2019 એમ સતત 2 વર્ષ સુધી પોતાનું નામ ‘ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં નોંધાવનાર નિલાંશી પટેલ એક માત્ર ભારતીય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle