દરેક વિદ્યાર્થીઓના અભ્યાસની વચ્ચે આવનારી સૌથી મોટી પૈસાની મુશ્કેલીને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી હતી. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ માટે બેંકની શિક્ષા લોન ઉપરાંત બીજી કોઈ સ્કીમ સાથે જોડાયેલી તમામ વિગતો ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ લોન માટે બીજી બધી બેંકોના ચક્કર લગાવવા નથી પડતા.
આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના મુજબ વિદ્યાર્થીઓ 13 બેંકોના 126 પ્રકારની લોનનો લાભ લઇ શકે છે. આ યોજના મુજબ લોન માટે વિદ્યાર્થીઓને માત્ર એક ફોર્મ જ ભરવું પડે છે. વિદ્યાર્થીના ભવિષ્ય નિર્માણ માટે હવે પૈસાની મુશ્કેલી નહીં રહે. આ પછી પણ જો તે કોઈ એજ્યુકેશન લોનને લઈને અસંતુષ્ટ હોય અને તે ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની વેબસાઈટ પોતાની ફરિયાદ કરી શકે છે.
વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લોન કે સ્કોલરશિપ માટે જાણ કરવા માટે આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની વેબસાઈટ પર સામાન્ય એપ્લિકેશન ફોર્મ (CAF) પણ ઉપલબ્ધ છે. આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે વેબસાઈટ સાથે જોડાયેલ 13 બેંકોમાં SBI, કેનરા બેંક, IDBI બેંક અને બેંક ઓફ ઈન્ડિયા સમાવેશ થાય છે. જો કે, બેંકોની વ્યાજદર અલગ-અલગ હોય છે.
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ કેવી રીતે મળશે લોન?
સૌ પ્રથમ vidyalakshmi.co.in લિંક પર જાઓ. વેબસાઈટ પર અરજી માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આયડી અને પાસવર્ડદ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરવા લોગ ઈન કરી શકશો. તમારે સામાન્ય એજ્યુકેશન લોન ફોર્મ ભરવાનું રહેશે.
અરજી કરતાં સમયે વિવિધ વિગતો માગવામાં આવશે, અને ત્યાર બાદ જ લોન મંજૂર થઇ શકશે. આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના મુજબ હેઠળ 4 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન કોઈપણ પ્રકારની ખાતરી જમા કરાવવાની જરૂર નથી. આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન વિદ્યાર્થીના માતા-પિતા સાથે સંયુક્ત રીતથી મળે છે.
પરંતુ જો તમારે 4 લાખથી 6.5 લાખ સુધીની લોન જોઈએ તો તમારે ત્રીજી વ્યક્તિને સાક્ષી બનાવવો પડશે. અને જો 6.5 લાખથી વધુ લોન જોઈતી હશે તો કોઈ સંપત્તિને ગીરવી મુકવી પડશે. અને આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન પૂરી કરવા માટે અભ્યાસનો કોર્સ પૂર્ણ થયાના 5 કે 7 વર્ષનો સમય આપે છે. જો કે, લોનની ભરપાઈ ન કરતાં માતા પિતા ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle