માસ્ક ન પહેરનાર પોલીસને જવાબદાર તંત્રએ એટલો દંડ ફટકાર્યો કે, હવે ક્યારેય માસ્ક વગર ડ્યુટી પર નહિ દેખાય

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્રાફિક પોલીસકર્મીને માસ્ક વિના ફરજ પર આવવું મોંઘુ પડ્યું હતું. કાયદાના નિયમો શીખવતા ટ્રાફિક પોલીસ કર્મચારી પોતે…

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્રાફિક પોલીસકર્મીને માસ્ક વિના ફરજ પર આવવું મોંઘુ પડ્યું હતું. કાયદાના નિયમો શીખવતા ટ્રાફિક પોલીસ કર્મચારી પોતે જ માસ્ક પહેરતા ન હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓએ આ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને જોયો ત્યારે તેને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

એસપી ડો. વિશાલસિંહે કહ્યું કે, અમે અમારા પોલીસ કોન્સ્ટેબલને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સમાજ માટે ખુબ મોટો સંદેશ છે કે, ખુદ પોલીસ કર્મીને પણ માસ્ક ન પહેરવા પર દંડ ભરવો પડ્યો છે તો મારારા માટે પણ કોઈ મોટી વાત નથી. જો તમે નહિ પહેર્યું હોય તો તમારી પાસેથી પણ દંડની વસુલાત કરવામાં આવશે અમે અમારા સ્ટાફને પણ નથી બક્ષ્યા તો તમે પણ માસ્ક વગર બહાર નહિ નીકળતા નહીતર દંડ ભરવા પણ તૈયાર રહેવું પડશે.

એસપી ડો. વિશાલસિંહે ટ્વિટર પર લખ્યું કે, “જ્યારે આ બાબતની અમને ખબર પડી ત્યારે અમે માસ્ક ન પહેરવા બદલ અમારા ટ્રાફિક કોન્સ્ટેબલને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો અને તેણે જવાબદાર નાગરિકની જેમ દંડની ચૂકવણી કરી છે.” એસપી ડો. વિશાલસિંહે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિની હેલ્થ અમારી પ્રાથમિકતા છે. રાજ્યના મુખ્યમંત્રીના આહ્વાન પર વિશેષ માસ્ક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અમે અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર 5923 લોકોને દંડીત કર્યા છે.

જણાવી દઈએ કે, શુક્રવારે મુખ્ય પ્રધાને 14 દિવસની માસ્ક ઝુંબેશ શરૂ કરવા આહ્વાન આપ્યો હતો. મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું હતું- ‘હું હંમેશાં માસ્ક પહેરું છુ, શું તમે પહેરો છો?’ મુખ્યમંત્રીએ લોકોને ચેતવણી આપી હતી કે, જો તે ઈચ્છે કે પોતાનો રોજગાર કોઈ પણ બાધા વગર ચાલતો રહે તો તેમણે ફરજીયાતપણે માસ્ક પહેરવું જોઈએ.

આ દરમિયાન સરકારે 9 એપ્રિલથી માસ્ક પહેર્યા ન હોય તેવા લોકો પર દંડ વધાર્યો હતો. આ મુજબ માસ્ક ન પહેરવાના પ્રથમ બે ઉલ્લંઘન બદલ 2000-2000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ પછી પણ જો કોઈ આવું કરે તો 5000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. છ દિવસમાં, કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘનમાં 66,046 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેને 1,88,45,150 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કિસ્સો ઓડીશામાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *