અમદાવાદમાં સતત વધતા જતા કેસને ધ્યાનમાં લઈ દિલ્હીથી આવેલ તબીબોની ટીમે કર્યો સૌથી મોટો ખુલાસો 

સમગ્ર વિશ્વ કોરોના મહામારીની સામે લડી રહ્યું છે. લાખો લોકોને કોરોનાએ પોતાના શિકાર બનાવ્યા છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ગુજરાતમાં પણ થોડા દિવસો બાદ કોરોના કેસની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં આવેલ મહાનગરો જેમ કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ફરી એકવાર કર્ફ્યુંનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે આવા સમયની વચ્ચે કેન્દ્ર સરકારે અમદાવાદમાં સતત વધતા જતા કેસને નિયત્રણમાં લાવવા માટે એક ટીમને અમદાવાદ રવાના કરી છે. આ ટીમ દ્વારા એક અગત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે.

ડો.એસ.કે. સિંઘને ગુજરાતમાં કોરોના ટ્રાન્સમિશનને અટકાવવની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારપછી ભારત સરકારના નિષ્ણાંત તબીબો અમદાવાદમાં આવેલ SVP હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અમદાવાદ સિવાયનાં મહાનગરોમાં કોરોના સંક્રમણની પરીસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં વધુ કુલ 200 ડોકટરોની ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોથી તબીબો આવશે. આ ડોકટરોને એસવીપી, સિવિલ તેમજ સોલા સિવિલમાં જવાબદારીઓ સોંપવામાં આવશે.

સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ હોસ્પિટલમાં સેવા આપશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ છેલ્લા એક સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરમાં CM વીજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની બેઠક પછી લેવામાં આવેલ અગત્યના નિર્ણયની ઘોષણા કરતાં અધિક મુખ્ય સચિવ ડો. અને અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કિડની હોસ્પિટલ. સોલા સિવિલમાં કુલ 400 વધારાના પલંગ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *