ભારતે આજે તેની સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસના લેન્ડ એટેક વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ ચલાવ્યું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેનાએ મંગળવારે અંદમાન અને નિકોબાર આઇલેન્ડથી આ ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
ન્યૂઝ એજન્સીએ ટ્વિટર પર આ માહિતી આપી હતી. સમાચાર એજન્સીએ ટ્વિટ કર્યું છે કે, ભારતે આજે અંદમાન અને નિકોબાર આઇલેન્ડથી બ્રહ્મસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના લેન્ડ એટેક વર્ઝનનું પરીક્ષણ કર્યું છે. બ્રહ્મોસ મિસાઇલને ત્યાંના અન્ય એક ટાપુ પર નિશાન બનાવવામાં આવી.
The supersonic cruise missile was testfired at 10 AM today & it successfully hit its target. The test was conducted by the Indian Army which has many regiments of the DRDO-developed Missile system. The strike range of BrahMos missile has now been enhanced to over 400 km: Sources https://t.co/dXlgqi9O2I
— ANI (@ANI) November 24, 2020
આ ટ્વીટમાં વધુમાં માહિતી આપવામાં આવી છે કે, સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સવારે દસ વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મિસાઇલ સફળતાપૂર્વક તેના લક્ષ્યાંક પર પહોંચી હતી. આ પરીક્ષણ ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સૈન્યમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત મિસાઇલ સિસ્ટમની ઘણી રેજિમેન્ટ હોય છે.
બ્રહ્મોસ મિસાઇલની સ્ટ્રાઈક રેન્જ હવે વધારીને 400 કિ.મી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીન અને પાકિસ્તાન સાથેની વાસ્તવિક નિયંત્રણ અને લાઇન ઓફ કંટ્રોલ લાઇન પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત આ અઠવાડિયે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસના અનેક જીવંત પરીક્ષણો કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle