ઘરમાં કામવાળી રાખનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, આ ડોકટરના ઘરમાં એવી ઘટના સર્જાઈ કે…

સુરત શહેરનાં ઉધના-મગદલ્લા રોડ સ્થિત અણુવ્રત દ્વાર વિસ્તારમાં મોહનપાર્ક સોસાયટીમાં કામની શોધ માટે આવેલ ઘરઘાટી સ્ત્રીએ ફક્ત 3 દિવસમાં જ ડૉક્ટરની સગાઇનાં રૂપિયા 2.93 લાખનાં દાગીના ચોરી કરીને ભાગી જતા પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે.

સુરત શહેરના ઉધના-મગદલ્લા રોડ સ્થિત અણુવ્રત દ્વાર પાસે ગાયત્રી મંદિરની સામે મોહનપાર્ક સોસાયટીમાં રહેતા વિકાસ વ્યંકટરાવ જાધવ (ઉંમર વર્ષ- 30) રીંગરોડની નિર્મલ હોસ્પિટલમાં ડૉક્ટર છે. તારીખ 17 નવેમ્બરનાં દિવસે વિકાસની સગાઇનાં દાગીના એની માતા વિજયાબેને તિજોરીમાંથી બહાર કાઢીને તેના બેડરૂમનાં પલંગ ઉપર મુક્યા હતા તેમજ તે રસોઇ બનાવવા માટે રસોડામાં ગયા હતાં.

તે સમયે બેડરૂમમાંથી સોનાનો હાર, બે કંગન વગેરે મળી કુલ રૂપિયા 2.93 લાખની મત્તાનાં દાગીના ગાયબ થઇ જતા દાગીનાની શોધ કરી રહ્યા હતા. હોસ્પિટલમાં નાઇટ ડ્યુટીમાંથી પાછા આવેલ ડૉ. વિકાસ, તેની માતા તેમજ તેના પિતાએ ઘરની બધી જ રૂમમાં દાગીના શોધ્યા હતા પણ દાગીના મળ્યા ન હતા. તેથી સોસાયટીનાં CCTV ફુટેજ ચેક કરતા એમની ઘરઘાટી મંજુલા નામની મહિલા તેના ઘરનાં પાછળનાં દરવાજામાંથી બહાર નીકળતા તેના પર શંકા થઇ હતી.

નોંધનીય વાત એ છે કે, મંજુલા તારીખ 14 નવેમ્બરનાં રોજ કામની શોધમાં આવતા વિજયાબેને ઘરકામ માટે નોકરી પર રાખવામાં આવી હતી તેમજ તારીખ 17 નવેમ્બરનાં રોજ મંજુલા કામ કરતા સમયે વિજયાબેનનાં બેડરૂમમાં પણ ગઇ હતી. તેથી મંજુલાએ દાગીના ચોરી કર્યા હોવાનીની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *