આઇસરે બાઇકને ટક્કર મારતા, નાની ઉંમરના ત્રણ જીગરજાન મિત્રોના થયા ઘટના સ્થળે જ મોત

હાલના સમયમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં અવાર નવાર અકસ્માત થઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કેસો વધી રહ્યા એવા સમયમાં અત્યારે વડનગરના મલેકપુર પાટિયા સાતસો સમાજની વાડી નજીક એ ગઈ કાલ એટલે કે શુક્રવારના રોજ ભયંકર અકસ્માત સર્જાયો છે.

વડનગરનાં મલેકપુર પાટીયા સાતસો સમાજની વાડી નજીક શુક્રવારનાં દિવસે બપોરનાં સમયે સુમારે પુરપાટ ઝડપે આવી રહેલા આઇસર ટ્રકનાં ચાલકે એકટીવાને ટક્કર મારી દેતા એકટીવા પર સવાર 3 યુવકોનાં બનાવ સ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે એકટીવાનાં કુચ્ચે કુરચા થઇ ગયા છે.

પોલીસ સુત્રોમાંથી મળેલ માહિતી મુજબ વડનગર-વિસનગર હાઇવે પર શુક્રવારનાં રોજ બપોરનાં સમયે મલેકપુર ચોકડી પાસે આવેલ સાતસો સમાજની વાડી નજીક એક આઇસર ટ્રકનો ચાલક તેની ટ્રક પુરઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારી વિસનગર બાજુ એકટીવા લઇ જતા 3 યુવાનોને અડફેટે લેતાં 3 યુવકોનાં બનાવ સ્થળે જ મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં એકટીવાનાં કુચ્ચે કુચ્ચા થઇ ગયા હતા. જ્યારે બનાવની જાણ વડનગર પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી વધારે તપાસ ચાલુ કરી હતી. જો કે 3 યુવકોની લાશને વડનગર સીવીલમાં પોસ્ટ મોટમ માટે ખસેડવામાં આવી છે.

મૃતકોનાં નામ
લાલાભાઈ કાળાભાઇ ઉર્ફે અમૃતભાઇ (ઉંમર વર્ષ-21) વિસનગર ગોવિંદચલા
વસંતજી જહાજી ઠાકોર (ઉંમર વર્ષ-31) વિસનગર આથમણો વાસ
સત્યમજી છનાજી ઠાકોર (ઉંમર વર્ષ-35) ઠાકોર વાસ વિસનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *