જન્મ આપ્યાના 10 દિવસમાં જ માતાએ લીધા અંતિમશ્વાસ, દીકરાને માતાનું પહેલું ધાવણ પણ નસીબમાં ન મળ્યું

હાલ ભરૂચમાં કોવિડ સ્મશાનમાં આજે કલ્પાંતના દ્રશ્યોએ તમામની આંખો ભીંજવી નાખી છે. 27 વર્ષીય કોરોના પોઝિટિવ યુવતીએ પુત્રને જન્મ આપ્યા બાદ 10 દિવસમાં મૃત્યુ પામી…

હાલ ભરૂચમાં કોવિડ સ્મશાનમાં આજે કલ્પાંતના દ્રશ્યોએ તમામની આંખો ભીંજવી નાખી છે. 27 વર્ષીય કોરોના પોઝિટિવ યુવતીએ પુત્રને જન્મ આપ્યા બાદ 10 દિવસમાં મૃત્યુ પામી હતી. દુર્ભાગ્યે બાળકને જન્મ બાદ માતાનો સ્પર્શ પણ નશીબ થયો ન હતો.

કહેવાય છે કે, નવજાત બાળક માટે માતાની હૂંફ સૌથી વધુ મહત્વની હોય છે. પરંતુ ભરૂચના શાહ પરિવારમાં જન્મેલું એક બાળક 10 દિવસથી માતાની હૂંફ મેળવવા વલખા મારી રહ્યું હતું. જેની અંતિમ આશાઓ પણ આજે ઠગારી નીવડી હતી. માતાએ કોરોના પોઝિટિવ માટે અંતિમ શ્વાસ લીધા હતા. જાણવા મળ્યું છે કે, માતા પણ બાળક માટે સતત વલખા મારતી હતી. જે બાળક માટે તે 9 મહિનાથી રાહ જોઈ રહી હતી તે બાળકને ગળે લગાડવા તે ખુબ આતુર હતી પણ તે કદાચ તેના ભાગ્યમાં જ ન હતું.

27 વર્ષીય ભદ્રિષા શાહ ગર્ભવતી હતી અને કોરોનથી સંક્રમિત થઇ હતી. આ દરમિયાન મહિલાએ સંક્રમિત હોવા છતાં પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં તેની તબિયતમાં સુધારો પણ આવ્યો હતો પરંતુ સંક્રમણને માતા અને પુત્રને એકબીજાથી અલગ રાખવામાં આવ્યા હતા. 10 દિવસથી માતા-પુત્ર મિલન માટે વલખા મારી રહ્યા હતા. જલ્દી સ્વસ્થ થઇ પરિવારમાં નવા મહેમાનના આગમને વધાવવાના સ્વપ્નો જોવાઈ રહ્યા હતા. આ દરમિયાન ગઈકાલે રાતે અચાનક ભદ્રિષાની તબિયત બગડી હતી.

તબીબોના તમામ પ્રયાસ કરવા છતાં ભદ્રિષાને બચાવી શક્યા ન હતા. જાણવા મળ્યું છે કે, ભદ્રિષાના પતિ નિખિલ શાહ એક સામાજિક કાર્યકર છે અને કોવિડ સ્મશાનમાં પરિવારના કલ્પાંતના દ્રશ્યોએ તમામને આખો ભીંજવી નાખી હતી. કોરોનના કહેરે એક પરિવારને વિખેરી નાખ્યું હતું. બાળક જે માતાના કોખે જન્મ લીધો તેનો હવે છાતી સરસો ક્યારેય ચાંપી શકશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *