આજ ના સમયમાં લોકો કમાવા માટે અને અમીર બનવા માટે શું નથી કરતા પરંતુ, પાકિસ્તાનમાં એક મહિલાએ જે કર્યું તે જોઈને તમે પણ ચોકી જશો. મહિલાએ વીમા પોલિસીના પૈસા લેવા હતા તેથી તેણે આત્મહત્યાનું નાટક કર્યું. એટલું જ નહીં, તે આ નાટક માં સફળ થઇ અને તેને 11 કરોડ રૂપિયા પણ મળ્યા. ત્યાર બાદ પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી.
જોકે, યુવતીએ જાણી જોઇને પોતાને મૃત જાહેર કરી અને તેના બાળકોને 1.5 મિલિયન ડોલરની બે જીવન વીમા પોલીસી નો દાવો કર્યો. હવે જીવન વીમા સાથે જોડાયેલા અફસરો એ કેસની તપાસ શરૂ કરી છે. સંઘીય તપાસ એજન્સી (એફઆઈએઆઈ) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, સીમા ખર્બે નામની મહિલાએ 2008 અને 2009 માં યુ.એસ.ની મુસાફરી કરી, અને પોતાના નામ પર બે જીવન જીવંત પોલિસિ ખરીદી.
2011 માં, તેણે ડોક્ટર સહિતના કેટલાક સ્થાનિક સરકારી અધિકારીઓને રિશ્વત આપી અને તેના નામ પર મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કરાવ્યું. ડોક્યુમેન્ટ માં એ પણ જાણવામાં આવ્યું છે કે તેને ક્યાં દફનાવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, બાળકોને 1.5 મિલિયન ડોલર ના બે જીવન વીમા પોલિસીની ચૂકવણી કરી હતી.
જાણવા મળ્યું છે કે, મૃત જાહેર થયા પછી પણ તે મહિલા એ કરાચી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક થી 10 વાર વિદેશ યાત્રા કરી હતી. આ ઉપરાંત એઈરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે, તે ધોખાધડીની ઓળખાણ કરવામાં સક્ષમ ન હતી. અધિકારીઓએ કહ્યું કે, આરોપી મહિલા 5 દેશોમાં ગઈ પરંતુ તે દર વખતે પછી ઘરે આવી.
એફઆઈએ માનવ તસ્કરી સેલે હવે મહિલા, તેના છોકરા અને છોકરી તેમજ કેટલાક સ્થાનિક અધિકારીઓના વિરુદ્ધ અપરાધી આરોપો નોંધાવ્યા, જેમાં એક ડોકટર પણ હતી. અધિકારીઓએ કહ્યું કે, “અમેરિકી અધિકારીએ અમને આ મહિલા થી સતર્ક કર્યા અને તને ઉપર કાર્યવાહી પણ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle