નીટની પરીક્ષા મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવવાં માટે લેવામાં આવે છે. આ વર્ષે લેવાયેલી પરીક્ષા ના પરિણામો કાલે જાહેર થયાં. જેમાં સુરતની શ્રેયા ગાબાણીએ આખા ભારતમાં 68મું સ્થાન પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. ડોક્ટર પિતાની દીકરી શ્રેયાને દિલ્હીમાંથી એમબીબીએસ કરીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
શ્રેયા એ ફિઝિક્સના પેપર સોલ્વ કરીને પરીક્ષાની તૈયારી કરી હતી :-
શ્રેયાને નવમાં ધોરણથી બાયોલોજી પ્રત્યે વધારે લગાવ હતો. અને એટલે જ તેણે બી ગ્રુપ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. નીટમાં ફિઝીક્સમાં પ્રોબ્લેમ હતો. સ્પીડ ઓછી હતી એટલે ક્વેશન પેપર સોલ્વ કરી કરીને સ્પીડ વધારી હતી.
ધો. 11થી તૈયારી શરૂ કરેલી
શ્રેયા શૈલેષભાઈ ગાબાણી મૂળ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામની વતની છે અને હાલ સુરતમાં રહે છે. શ્રેયાએ નીટની પરીક્ષા માટે ધોરણ 11થી જ તૈયારી શરૂ કરી દીધી હતી. નીટ માટે તે અલગથી તૈયારી કરતી હતી. શ્રેયાએ ધોરણ 12 સાયન્સની સાથે નીટ માટે અલગ સમય આપ્યો. શ્રેયા દરરોજ 10 કલાકનું વાંચન કરતી. શ્રેયાની સફળતાના પગલે ડોક્ટર પિતા શૈલેષ અને હાઉસ વાઈફ માતા શિલ્પાબેન તથા દાદા દાદીએ શ્રેયાની સફળતાને બિરદાવી હતી અને મિઠાઈ ખવડાવીને શુભકામના પાઠવી હતી.
પરીક્ષા માટે ડોક્ટર પિતા મનોબળ આપતા :-
શ્રેયા કહે છે કે તેના પિતા તેણે માનસિક મનોબળ આપતા અને માતા પણ તેની દરેક બાબતોનું ધ્યાન રાખતી. સાથે સાથે શ્રેયાએ સફળતામાં આકાશ ક્લાસીસ અને સ્કૂલ યોગી ઈંગ્લીશ એકેડમીનો પણ આભાર માન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.