હાલમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘણાં લોકોને પોતાના સ્વજનો તેમજ પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને આશ્વર્ય થશે.
આંધ્રપ્રદેશમાં આવેલ એલુરુમાં ફેલાયેલી રહસ્યમય બીમારીનું મુખ્ય કારણ પ્રદૂષિત પાણી બન્યું છે. આ બીમારીથી અત્યાર સુધીમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યુ છે જ્યારે કુલ 500થી પણ વધારે લોકો આ બીમારીનો શિકાર બન્યાં છે. એઇમ્સ, રાજ્ય અને કેન્દ્રીય સંસ્થાઓના તજજ્ઞો તેમજ આરોગ્ય અધિકારીઓએ એમના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં આ જાણકારી આપી છે. પીવાનું પાણી તથા દૂધમાં જસત અને નીકલની વધારે પડતી માત્રા મળી આવી હતી.
કુલ 120 લોકોની સારવાર હેઠળ :
આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી વાય. એસ. જગન્નમોહન રેડ્ડીને સોંપી દેવામાં આવ્યો હતો. મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રાસાયણિક ટેકનોલોજી સંસ્થાન દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે. તેનો રિપોર્ટ આવી ગયા બાદ વાસ્તવિક કારણનો ખ્યાલ આવશે.
આ બીમારીથી લોકોમાં ચક્કર આવવા, માથામાં દુખાવો થવો તેમજ અચાનક બેભાન થઈ જવું જેવાં લક્ષણો જોવા મળ્યાં હતા. પ્રથમ દિવસે જ કુલ 18 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રવિવારે આ સંખ્યામાં વધારો થઈને કુલ 300ની થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં કુલ 370 લોકો સ્વસ્થ થઈ ગયા છે તેમજ કુલ 120 લોકોની સારવાર ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle