આ ગોરિલ્લાએ મહિલા સાથે એવું તો શું કર્યું કે, વાયુવેગે વાયરલ થઇ ગયો વિડીયો- તમે જોયો કે નહિ?

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો સતત વાયરલ થતાં રહેતાં હોય છે. હાલમાં પણ આવો જ એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો સતત વાયરલ થતાં રહેતાં હોય છે. હાલમાં પણ આવો જ એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ગોરિલ્લા એક મહિલાની નકલ કરતો જોવા મળી રહ્યો છે. ફેસબુકમાં શેર કરવામાં આવેલ આ વીડિયો યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોને બુશ ગાર્ડન ટામ્પા બે પાર્કના પોતાના ફેસબુક પેઝ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. રશેલ હેલ બુશ ગાર્ડન્સ તામ્પામાં એક પશુ દેખભાળ વિશેષજ્ઞ છે. જેઓ ખાસ કરીને ગોરિલ્લા તથા ચિમ્પાંજીને તાલીમ આપે છે. આ વીડિયો શેર કરતા લખતાં કહ્યું છે કે, આ પ્રકારના પ્રશિક્ષણથી અમે પશુની સાથે વિશ્વાસ તેમજ સકારાત્મક સંબંધ બનાવવામાં મદદ મળે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં ફેસબુક પર કુલ 3 લાખથી વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે. આની સાથે જ કુલ 6,000 થી પણ વધારે વખત શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, રશેલ એક રૂમમાં છે કે, જ્યાં કાચની દિવાલ છે તેમજ એક ગોરિલ્લા તેને જોઇ તેની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

જ્યારે રશેલ કાચ દિવાલ પર ઊભી રહીને અલગ અલગ રીતના કરતબ કરે છે તો ગોરિલ્લા પણ આ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ગોરિલ્લા કેટલા સ્માર્ટ હોય છે અને તેમના ટ્રેનરની સાથે કેવી રીતે ખાસ સંબંધ ધરાવે છે. આ વીડિયોમાં ગોરિલ્લા જે રીતે નકલ કરે છે એને લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *