સુરત: પતિ ના દેખાડવાનું દેખાડતો અને ઢોર માર મારતો, એક દિવસ દહેજ માટે કરી નીચતાની તમામ હદપાર

આજના જમાનામાં અવાર-નવાર મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ સામે આવતી રહે છે.  ત્યારે સુરતમાં બ્લ્યુ ફિલ્મ બતાવ્યા બાદ શારીરિક સંબંધ બાંધવા અને જબરદસ્તીથી અંગત પળોનો વીડિયો બનાવવા માટે દબાણ કરતા પતિ સામે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કતારગામની પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ઘરકામ અને દહેજના મુદ્દે અત્યાચાર ગુજારાતો હોવાના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ આપી હતી.

સુરતના કતારગામમાં આવેલ લલીતા ચોકડી પાસે આવેલી સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મીનાબેન (નામ બદલ્યું છે)ને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે. મીનાબેનને લગ્નના થોડા સમય બાદથી જ પતિ સહિતના સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. વળી, ઘરકામ મુદ્દે પણ મ્હેણાં-ટોણાં મારી સાસરિયા ટોર્ચર કરતા હતા. સંતાનમાં પ્રથમ પુત્રીના જન્મ બાદ ફરી પ્રેગ્નન્સી રહેતા પુત્ર પ્રપ્તિ માટે પણ પરિણીતા પર અત્યાચાર ગુજારાતો હતો. સાસરિયાના ત્રાસથી મીનાબેન પિયર રહેવા પણ ચાલ્યા ગયા હતા. જોકે, થોડા સમય બાદ સમાધાન થતા તેઓ ફરી સાસરીયામાં રહેવા આવી ગયા હતા.

વધુમાં સાસરિયાએ તેણીની પાસે કરિયાવરમાં આવેલા ઘરેણાં સહિતની સામગ્રી પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે અને પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ તેણીને ત્રાસ આપી છોડી દેવા દબાણ કરે છે. લોકડાઉનના સમયમાં પતિ બ્લ્યુ ફિલ્મ બતાવી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે અંગત પળોનો વીડિયો બનાવવાની વાત પણ કરતો હતો. પતિની આ વિકૃત હરકતો સંતોષવા મીનાબેને ઇન્કાર કર્યો તો પતિએ મારઝૂડ કરી હતી.

સાસરિયા પણ યેનકેન પ્રકારે માનસિક-શારીરિક ટોર્ચર કરતા હતા. વળી સસરા ખરાબ દાનત રાખી જાતિય સતામણી કરતા હોવાનો પણ પિડિતાએ આરોપ મુક્યો હતો. પરસ્ત્રી સાથે લગ્ન કરવા પતિએ મીનાબેનને ઘરમાંથી હાંકી કાઢયા હતા. હાલ તેઓ પિયરમાં રહે છે. મીનાબેનની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ મહેશ, સાસુ-સસરા, નણંદ સહિતના સાતેક સાસરિયા સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *