સુર્યા મરાઠીના વધુ એક સાગરીતની હત્યા- જાહેરમાં જ ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો

ગુજરાતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. નહીવત બાબતમાં પણ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ…

ગુજરાતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. નહીવત બાબતમાં પણ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતના (Surat) રાંદેર વિસ્તારમાંથી સામે આવી છે. સુરતના માથાભારે અને ફાઇનાન્સનો વેપાર કરતા રાકેશ મારુ નામના યુવાનની બાઈક પર આવેલા બે ઈસમોએ જાહેરમાં ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. રાંદેરમાં રહેતી પ્રેમિકાને (lover) મળવા આવતા વખતે તેની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક દોડી આવીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે

રાંદેર વિસ્તારમાં સૂર્યા મરાઠીના અંગત માણસો પૈકીના રાકેશ મારૂ પર કેટલાક હુમલાખોરો દ્વારા રાત્રિના 10 વાગ્યાના આસપાસ હુમલો કર્યો હતો. પાલનપુર પાટીયા ખાતે હાઉસિંગ બોર્ડમાં આવેલી ડી.આર. રાણા સ્કૂલ પાસે અંગત અદાવતમાં આ સમગ્ર હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

સુરત શહેરમાં દિવાળી પહેલા હત્યાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે. રાંદેર વિસ્તારમાં રહેતો અને માથાભારે યુવાનની છાપ ધરાવતો અને ફાઇનાન્સના વેપાર સાથે જોડાયેલ રાકેશ મારુ રાંદેરમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા જતો હતો. તે સમયે રાંદેરની ખાનગી શાળા નજીક બાઈક પર આવેલા બે ઈસમો રાકેશ મારુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

જોકે, પોતાની ગાડીમાં આવતા યુવાન પર હુમલો કરી ઉપરા છાપરી ઘા માર્યા હતા. જેથી રાકેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ યુવાન મોતના સમાચારને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાકેશ મારૂનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં રાકેશ મારૂને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દિવાળી અગાઉ જ થયેલી હત્યાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી cctvના દ્રશ્યોના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *