ઘર-કંકાસના ઝઘડામાં ભોગ બન્યા માસુમ બાળકો: એસીડ અટેક થતા બાળકોના એવા હાલ થઇ ગયા કે…

અમદાવાદ શહેરમાં બાળકો પર કાકાના દીકરાએ એસિડ એટેક કર્યો હતો. જેમાં ત્રણ નાના બાળકો સહિત ચાર લોકો દાઝી ગયા છે. એસિડ મોઢા પર ઉડવાને કારણે બે બાળકીઓ અને બાળકના ચહેરા અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગયા છે. પરિવારની હત્યાના ઇરાદે બાળકો પર એસિડ એટેકની ગંભીર ઘટના થઇ હોવા છતાં માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ મહાવીરસિંહ બારડ હાલ તે આરોપીઓ સુધી પહોંચી શક્યા નથી અને પોતાની કેબીન બંધ કરીને અન્ય કેસોની સ્ટડી કરવા લાગ્યા છે.

માધવપુરા વિસ્તારમાં આવેલા લાખાજી કુંવરની ચાલીમાં રહેતા દંતાણી પરિવારના ઘરેલું ઝઘડામાં બાળકો પર એસિડ એટેકની ઘટના ઘટી છે. માધવપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ચાલીમાં બનેલી ઘટનામાં બાળકોના ચહેરા એસિડ ઉડવાના કારણે ખરાબ થઈ ગયા છે. છતાં માધવપુરા પીઆઇ મહાવીરસિંહ બારડ ઘટનાને ગંભીરતાથી લેતા નથી. આ ઉપરાંત બે દિવસ વીતી ગયા છતાં તેઓ બે આરોપી સુધી પહોચી શક્યા નથી. પોતાની કેબીન બંધ કરી તે અન્ય કેસની સ્ટડી કરવા માટે બેસી ગયા છે. જો કે, બપોરે આરામનો સમય હોવા છતાં સ્ટડી કરવા બેસયા છે તે વાત સમજાતી નથી. એકતરફ જ્યારે આવી ઘટના બને તેમાં આરોપી સુધી પહોંચવાની જગ્યાએ પોલીસ માત્ર હાથ પર હાથ ધરીને બેઠી છે.

વાત એમ હતી કે, માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાના બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની હતી. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેકયું હતું. જેમાં 5 અને 8 વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓ દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેકને કારણે બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે.

મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. લક્ષ્મીબેનએ મકાન છ વર્ષ પહેલાં તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી રૂપિયા ૩ લાખમાં ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધું હોવા છતાં તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા. તે દરમિયાન મુંબઈથી લક્ષ્મીબેનના બહેન અને બનેવી આવ્યા હતા. તમામ લોકો ઘરમાં સુતા હતા ત્યારે અજય દંતાણી વહેલી સવારે પાંચ વાગ્યે આવ્યો હતો. મકાનની બારી ખુલ્લી હતી તેમાંથી બૂમ પાડી કહ્યું હતું કે, મકાન કેમ ખાલી નથી કરતા. તેમ કહી હાથમાં રહેલો એસિડનો ડબ્બો ઉંચો કરી અંદર એસિડ ફેકયું હતું.

લક્ષ્મીબેન અને તેમની 5 અને 8 વર્ષની દીકરી તેમજ 10 વર્ષના દીકરા પર એસિડ ઉડયું હતું. તમામના ચહેરા પર એસિડ ઉડતા તેઓ દાઝી ગયા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઉડતા તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. કૌટુંબિક ઝઘડામાં બંને બાળકીઓના ચહેરા બગડ્યા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માધવપુરા પોલીસે આ મામલે હત્યા પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. જો કે, હજી સુધી એકપણ આરોપીની પોલીસ ધરપકડ કરી શક્યાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *