ગુજરાત: 10 પાસ થયેલો વ્યક્તિ ડોક્ટર બનીને લોકોને આપતો હતો દવા, આ રીતે થયો પર્દાફાશ

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચએ સતત બીજા દિવસે બોગસ તબીબ ઝડપી પાડ્યો છે. તે સમયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચએ ઝડપી પાડેલ બોગસ તબીબ ફક્ત 10 પાસ હોવા અંગેનું બહાર આવ્યું છે.

રાજકોટમાં જાણે કે, બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય એવો લાગી રહ્યું છે. તે સમયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચએ સતત બીજા દિવસે બોગસ તબીબની ધરપકડ કરી છે. આખા મામલે ઈન્સ્પેક્ટર વિરલ ગઢવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, PSI હસમુખ ધાંધલીયા તેમજ એની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટનાં ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનિક નામનું દવાખાનું ધનજી માવજીભાઈ સોરાણી નામનો વ્યક્તિ ચલાવે છે. એની પાસે કોઈ પણ જાતની તબીબી પ્રેકટીસ માટેની માન્યતા મળેલી ડિગ્રી નથી.

તે સમયે ચોક્કસ બાતમીનાં આધારે રેઇડ કરતા જુદી જુદી જાતની એલોપેથી દવા અને મેડિકલ સાધનો અને રોકડ રૂપિયા મળી કુલ 1830 જેટલા રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તે સમયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે IPCની કલમ 419 અને મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 અનુસાર ગુનો નોંધી આરોપીની ધરપકડ કરો છે. તો તેની સાથે જ અત્યારે આરોપીની પૂછપરછ પણ ચાલુ છે કે, તે કેટલા સમયથી આ પ્રકારે કોઈપણ જાતની માન્યતા મળેલ ડિગ્રી વિના મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો.

મંગળવારનાં દિવસે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચએ બીમાર વ્યક્તિઓનાં આરોગ્ય સાથે ચેડા કરતા અને કોઈ પણ જાતની માન્યતા વિના તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર લલિત દેસાણીની ધરપકડ કરી હતી. તો તેની સાથે જ મેડિકલનાં સાધનો, દવાઓ અને રોકડ રકમ સહિત કુલ 6300 જેટલાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અત્યારે, રાજકોટ સહિત આખા રાજ્યભરમાં COVID-19 મહામારીનો કહેર યથાવત જોવા મળ્યો છે. તો બીજી બાજુ રાજકોટ શહેરમાં એક પછી એક મુન્નાભાઈ MBBS ઝડપાઈ રહ્યા છે જે ચિંતાજનક બાબત ગણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *