હાલમાં ગુજરાતમાં આવેલ ગોંડલ શહેરમાંથી એક આશ્વર્ય પમાડે એવી જાણકારી સામે આવી રહી છે. ગોંડલમાં ખાનગી ક્લાસિઝમાં અભ્યાસ કરી રહેલ ફક્ત 12 વર્ષીય સૌમ્ય નિરવભાઈ મકવાણાએ 1 મિનિટમાં કુલ 89 ભાગાકાર ગણીને ‘વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા’માં પોતાનું સ્થાન અંકિત કરીને અદભુત રેકોર્ડ બનાવ્યો છે.
છેલ્લા 6 મહિનાથી સૌમ્ય તથા રજનીશભાઈ રાજપરા દ્વારા એક પરિશ્રમ રૂપી યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો હતો. જેની ફલશ્રુતિ સ્વરૂપે તેમણે તૈયાર કર્યા ગોંડલમાં સુપર 20 બાળકો કે, જેમાંથી સૌમ્ય મકવાણાએ ગણિતના ખુબ મુશ્કેલ કહી શકાય એવા ભાગાકારને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું તેમજ શરુઆત એક જબરજસ્ત તૈયારીથી કરી હતી.
દરરોજની સતત 5 કલાકની સખત મહેનત. એ પણ કંઈ બે ચાર દિવસ નહિ હો પણ છેલ્લા 6 મહિનાથી એકધારી કરી રહ્યો હતો. સૌમ્યને ટ્રેઈન કરનાર રજનીશભાઇ કહે છે કે, આ સિદ્ધિ મેળવવા માટે અમે અબેકસ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. બાળકોનો પાયો મજબૂત બનાવવો હોય તો આ અબેકસ મેથડ બાળકોને ખૂબ ઉપયોગી થાય છે.
આ રેકોર્ડ ગોંડલનો છે. ગયા વર્ષે જ વર્ષ 2019માં ગોંડલની 6 વર્ષની ધ્વનિ દીપેનભાઈ વેકરિયાએ કમબોડીયામાં ચેમ્પિયન એવોર્ડ મેળવ્યો હતો. જયારે હાલમાં સૌમ્ય એ કર્યો છે વર્લ્ડ રેકોર્ડ. હાલમાં જ વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા અમદાવાદ એ સૌમ્યની આ સિદ્ધિને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપીને રેકોર્ડ માન્ય રાખવામાં આવ્યો છે.
સાંસદ ધડુકે બન્નેની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. આ રેકોર્ડ કરવામાં ગોંડલ હવામહેલના જ્યોતિર્મયસિંહ જી , પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર નકુમ, મણવર , મનીષભાઈ જોષી તથા પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવેની હાજરીમાં આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં સહયોગ પ્રાપ્ત થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle