અમદાવાદ: ફક્ત 11 વર્ષીય દીકરીનાં ગળાનાં 3 મણકામાં રહેલ ગાંઠને દુર કરવાં ડોકટરોએ કરી સર્જરી, એવું પરિણામ આવ્યું કે…

હાલમાં ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. 11 વર્ષની આસ્માબાનુ 6 મહિના અગાઉ લોકડાઉન દરમિયાન ઘરમાં રમતી વખતે અચાનક ગરદાનના ભાગ પર લાકડાનું પાટીયું પડ્યું હતું. જેને લીધે તેને ગળાના ભાગ પર સતત દુખાવો થવાં લાગ્યો હતો. ધીરે-ધીરે દુખાવાની સાથે સોજો પણ આવવા લાગ્યો હતો.

જેને જોઇ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયાં હતાં. આ તકલીફના નિદાન માટે તેઓ સુરતની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. સુરતની ખાનગી હોસ્પિટલમાં સંતોષકારક જવાબ ન મળતા બીજી કોઈ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. ત્યાં આ સમસ્યાનું નિદાન અત્યંત ખર્ચાળ જણાઇ આવતા નિરાશ થઇને ઘરે પાછાં ફર્યા હતાં.

તેવા સમયમાં અચાનક આસ્માના હાથપગ પણ કામ કરતા બંધ થઇ ગયા હતાં તેમજ પેશાબ પણ રોકાઇ ગયો હતો. જેને જોઇ પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતું. તેવા સમયમાં તેમના સગામાંથી કોઇએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિદાન માટે જવા માટે જણાવ્યું હતું.

જેને સાંભળી એકપણ ક્ષણ વ્યર્થ કર્યા વિના તેઓ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે આસ્માનો MRI રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ગરદાનના ત્રીજા, ચોથા તથા પાંચમાં મણકામાં કુલ 1,400 ઘન સેમી જેટલી ગાંઠ હોવાનું જાણવા મળ્યુ હતું.

ગરદાનના ભાગમાં આ 3 મણકામાં ગાંઠ હોવી તેને સર્વાઇકલ ઓસ્ટીયોબ્લાસ્ટોમા કહેવામાં આવે છે. જેની સર્જરી ખુબ જટીલ હોવાંથી એમાં ધ્યાન રાખવામાં ન આવે તો સર્જરી અથવા સર્જરી કર્યાં પછી દર્દીનું મૃત્યુ થવાની પણ સંભાવના રહેલી છે. આ તમામ બાબતને ધ્યાનમાં લઈ ઓર્થોપેડિક વિભાગના સહ પ્રધ્યાપક ડૉ. પિયુષ મિત્તલ તેમજ તેમની ટીમ દ્વારા એનેસ્થેસિયા વિભાગના સંકલનથી સર્જરી હાથ ધરવામાં આવી હતી.

સતત 3 કલાક ચાલેલી સર્જરી પછી મણકાની સ્થિતી પૂર્વવત કરવામાં આવી હતી. ડૉ. પિયુષ મિત્તલે કહ્યું હતું કે, આ સર્જરી મગજના ભાગની ખૂબ જ પાસે હોવાને કારણે ખૂબ સંવેદનશીલ બની રહી હતી. જેની કોઇપણ પ્રકારની ભૂલ થાય તો દર્દીના જીવનું જોખમ વધી જવાંની શક્યતા પ્રબળ રહેલી હતી. જેની સંપૂર્ણ તકેદારી સાથે સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

ઓપરેશન કર્યા પછી આસ્માની તબીબી સ્થિતિ ખૂબ સરસ છે. હાલમાં તે જાતે હલન–ચલન કરી શકે છે તથા અન્ય કુદરતી ક્રિયાઓ કરવા માટે પણ સક્ષમ બની છે. જેને કારણે તેને ઘરે પાછાં ફરવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આસ્માના માતા સાજેદાબાનુ જણાવે છે કે, મારી દિકરીએ જ્યારે હલન-ચલન કરવાનું બંધ કર્યુ ત્યારે અમે ખૂબ ચિંતીત થઈ ગયા હતા.

સગા-વ્હાલાની સલાહ મળતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. અહીં આવ્યા પછી મારી દીકરીની સર્જરી ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યુ હતુ પણ તબીબોએ અમને સતત હિંમત બાંધીને સફળતાપૂર્વક સર્જરી કરીને મારી દીકરી સ્વસ્થ કરી છે. જેની માટે સિવિલ હોસ્પિટલ તથા ગુજરાત સરકારની આભારી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *