સુરતની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ-બહેનને રમતા છોડીને ગળેફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન

સમગ્ર રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાંક લોકો આર્થિક સંકડામણથી કંટાળીને અથવા તો ડીપ્રેશનમાં આવીને આપઘાત કરતાં હોય છે. હાલમાં આવી જ એક આપઘાતની ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત શહેરનાં સચિન વિસ્તારમાં આવેલ જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષની વિદ્યાર્થિનીએ નાના ભાઈ-બહેનોને રમતા છોડીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાંથી ચર્ચાનો વિષય બન્યો હતો. સવિતા હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરીને આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી.

માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત કરવાં પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તેનો મોબાઇલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ કર્યાં બાદ જ સાચું કારણ સામે આવશે. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

નાના ભાઈએ બહેન લટકતી હોવાનું માતાને કહ્યું :
નંદુ પાસવાન (વિદ્યાર્થિનીના પિતા) જણાવતાં કહે છે કે, 5 વર્ષીય નાના પુત્ર તથા સવિતાના ભાઈએ દોડીને આવીને માતાને જણાવ્યું કે, મમ્મી બહેન પંખા સાથે લટકી રહી છે. આવું સાંભળતાંની સાથે જ પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી અવસ્થામાં મળી આવી હતી. સવિતાના આપઘાત કરવાં પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. એક સપ્તાહ અગાઉ જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો.

માતા-પિતાની ગેરહાજરીમાં કર્યો આપઘાત :
આ ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસ બની હોવાંનું જાણવા મળી રહ્યું છે. પિતા ગેરેજ પર હતાં તેમજ રવિવાર હોવાને કારણે પત્ની ઈંડાંની લારી પર હતી. કુલ 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી. હાલમાં સચિન પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *