કોરોના જેવી વૈશ્વિક મહામારીએ છેલ્લાં 1 વર્ષથી સમગ્ર વિશ્વમાં પોતાનો કહેર મચાવ્યો છે. સૌથી વધુ પ્રભાવિત રહેલા મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે ત્યારે મંદિરોથી લઈને ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાની શરૂઆત કરવાની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી છે.
સોમવારે રાજ્યમાં અંદાજે 9 મહિના બાદ શાળા-કોલેજોની શરૂઆત થઇ છે. કોરોનાને લઇ નવી ગાઈડલાઇન્સ પ્રમાણે શાળાઓમાં શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં કે, જેમાંથી કુલ 62 શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નાસિકમાં 4 જાન્યુઆરીએ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાની શરૂઆત કરવામાં આવી હતી. શાળામાં ફરજ પર આવતા પહેલા શિક્ષકોની કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી કુલ 62 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જિલ્લા તંત્રનાં મત પ્રમાણે નાસિકના ગ્રામીણ તથા શહેરી વિસ્તારોના 1,324 માંથી કુલ 846 સ્કૂલોમાં ધોરણ 9 થી 12ના ક્લાસની શરૂઆત કરી દેવામાં આવી છે. અભ્યાસની શરૂઆત કરતાં પહેલા 7063 શિક્ષકો તેમજ કુલ 2,500 કર્મચારીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જેમાંથી કુલ 62 શિક્ષકો તેમજ કુલ 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતાં. એક દિવસમાં 50% વિદ્યાર્થીઓને શાળાઓમાં આવવાની મંજુરી આપી દેવામાં આવી છે. બીજી બાજુ, હરિયાણામાં આવેલ અંબાલામાં પણ સ્કૂલોની શરૂઆત થઈ તો અમુક શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
અંબાલામાં કુલ 6 વિદ્યાર્થી કોરોના સંક્રમિત :
હરિયાણામાં આવેલ અંબાલામાં પણ કુલ 6 વિદ્યાર્થીઓ સહિત કુલ 2 શિક્ષકો કોરોના સંક્રમિત થયા હોવાનું સેમ આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અંબાલા કેંટ વિસ્તારની સરકારી શાળાઓમાં જઇને ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 206 વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ કર્યાં બાદ રિપોર્ટ સામે આવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle