કોરોના કાળમાં રાજ્ય સરકારે ગુજરાતીઓના ખિસ્સામાંથી ખંખેરી લીધા 126 કરોડ રૂપિયા

હાલમાં આપણે જાણીએ છીએ કે, કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. તે દરમિયાન દરેક લોકોને વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવાનું ફરજીયાત કહેવામાં આવ્યું છે. જે લોકો માસ્ક પહેર્યા વગર નીકળે છે તેની પાસેથી પોલીસ દ્વારા દંડ પણ વસુલવામાં આવે છે. આ ઉપરાંત, દરેક જગ્યાએ પોલીસ પણ જોવા મળે છે જે માસ્ક વગર મુસાફરી કરતા લોકોના વાહનોની અટકાયત કરે છે. તમને જણાવીએ કે, અત્યાર સુધીમાં ગુજરાત પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો પાસેથી કેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

હાલમાં ગુજરાતમાં કોરોના સમયગાળામાં માસ્ક પહેરતા ન હતા તેમની સામે સતત ચાલન કાર્યવાહી ચાલુ છે. 24 માર્ચ, 2020થી 7 જાન્યુઆરી 2021 સુધી, જેઓ માસ્ક પહેરતા નથી તેમની પાસેથી કુલ 126 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં 2 લાખથી વધુ વાહનોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ જ ક્રમમાં અમદાવાદ શહેરમાં હજી સુધી માસ્ક પહેર્યા ન હોય તેવા 4 લાખ 5 હજાર 996 રહેવાસીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેમની પાસેથી રૂપિયા 27.61 કરોડનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે રજિસ્ટરમાં જાહેરનામાના ભંગના 42 હજાર 299 કેસ નોંધાયા છે. તેમાંથી 51 હજાર 367 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ સાથે જ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનમાં 70 હજાર 478 વાહનોની અટકાયત પણ કરાઈ છે અને વાહન માલિકો પાસેથી રૂપિયા 21.84 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *