આપણા શરીરમાં રહેલા સ્ટેમસેલ હજારોએ માંડ એક વ્યક્તિ સાથે મેચ થતા હોય છે. તેમાંથી થોડાક સ્ટેમસેલ આપણે જેમને જરૂરિયાત હોય અને મેચ થયા હોય તેમને આપીએ અને તેમને નવજીવન આપી શકીએ છીએ. આવો જ એક કિસ્સો પાટણના મહિલા છે. જેમાં તેણે પોતાના સ્ટેમસેલ 32 વર્ષીય યુવતીને આપી નવજીવન આપ્યું છે.
ગુજરાતમાં આવેલ પાટણના અઘાર ગામના 40 વર્ષીય ગૃહિણી દક્ષા પટેલે સ્ટેમસેલનું દાન કરી લોહીની જીવલેણ બીમારીથી પીડિત વિદેશી મહિલાને નવજીવન આપ્યું છે. દક્ષાએ આજથી 7 વર્ષ અગાઉ 2013માં નિરમા પરિવાર આયોજિત કેમ્પમાં સ્ટેમસેલ માટે લાળનું સેમ્પલ આપ્યું હતું. તેના આ સ્ટેમસેલ કેનેડાની 32 વર્ષીય યુવતી સાથે મેચ થતાં તે ગત સપ્તાહે અમદાવાદ આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્ટેમસેલ ડોનેશન સાથે સંકળાયેલી સંસ્થા DATRIના માધ્યમથી અત્યાર સુધીમાં ગુજરાતની માત્ર 7 અને દેશની 91 મહિલાઓએ સ્ટેમસેલનું દાન કર્યું છે, જેમાં દક્ષા એક છે. જે ન માત્ર ગામડાની પણ શહેરની યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. જ્યારે તેના પતિ હસમુખ પટેલ આર્ટ્સમાં માસ્ટર્સ છે. તેમણે ઉમેર્યું, “સ્ટેમ સેલ ડોનેટ કરવાના મારા નિર્ણયમાં મારા પતિ અને પરિવારના અન્ય સભ્યોએ મને ટેકો આપ્યો.”
DATRIમાં મુખ્ય દાતા ભરતી અને પરામર્શ જલ્પા સુખાનંદીએ જણાવ્યું હતું કે, “દક્ષાએ પોતાના સ્ટેમ સેલ દાન આપીને બીજાઓ માટે દાખલો બેસાડ્યો છે. તેના દાનથી અન્ય મહિલાઓને બ્લડ સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી અને દર્દીઓના જીવન બચાવવામાં મદદ કરશે.”
દક્ષાબેન પટેલે કહ્યું કે, ‘એક દિવસે હું રસોઇની તૈયારી કરી રહી હતી, ત્યારે મારા મોબાઇલ ઉપર ફોન આવ્યો. સામેથી ઓળખ આપી કે હું DATRIમાંથી છું. મને કહ્યું, તમારા સ્ટેમસેલ લોહીની જીવલેણ બીમારીથી પીડાતા એક દર્દી સાથે મેચ થયા છે. પહેલા તો હું માનતી ન હતી કારણકે અત્યારે ફ્રોડ થતું હોય છે. પછી એક દિવસ સંસ્થાવાળા અમારા ઘરે સમજાવવા આવ્યા.
દક્ષાબેન પટેલે આગળ જણાવતા કહ્યું કે, સંસ્થાવાળા લોકોએ મને સમજાવ્યું કે, સ્ટેમસેલ શું છે તેમણે સમજાવ્યું અને કહ્યું, તમે ખૂબ જ લકી છો. જે લાખોમાં એક હોય છે. મને આવી કોઇ કલ્પના ન હતી કે એક દિવસ મારું સેમ્પલ કોઇનો જીવ બચાવવામાં ઉપયોગી થશે. મેં તરત કહ્યું, કોઈનો જીવ બચતો હોય તો હું તૈયાર છું. મારા પતિ અને પરિવારે પણ સપોર્ટ કર્યો. 4 જાન્યુઆરીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં યુવતીને સ્ટેમસેલ અર્પણ કર્યા. એ બહેનને મેં જોયાં નથી, પરંતુ તેમનો જીવ મારા સ્ટેમસેલથી બચી જશે તેનો આનંદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle