મોટા ભાગના લોકો અજાણી જગ્યાએ જાય તે સમયે ગૂગલ મેપનો સહારો લેતા જ હશો. પણ ઘણી વખત તેનાં લીધે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. મહારાષ્ટ્ર રાજ્યનાં અહેમદનગરમાં એક વ્યક્તિને ગૂગલ મેપનો આશરો લેવો ભારે પડ્યો. એટલે કે, આ વ્યક્તિને તેનો જીવ ગુમાવવો પડ્યો.
આ 3 મિત્રો ટ્રેક પર ગયા હતા
પોલીસનાં કહ્યા પ્રમાણે પુણેમાં રહેનાર 3 વ્યવસાયિકો ગુરુ શેખર (ઉં.વ. 42), સમીર રાજુરકર (ઉં.વ.44), તેમજ સતીષ ધુલે (ઉં.વ.34) ફોર્ચ્યુનર કારમાં મહારાષ્ટ્ર રાજ્યની સૌથી ઊંચી ટોચ એવી કલસુઈબાઈ પર ટ્રેકિંગ માટે ગયા હતાં. પણ એમને રસ્તા વિશેની બરાબર જાણ હતી નહિ. એ પછી રવિવારનાં રોજ રાત્રે આશરે 1:45 વાગ્યે તેઓએ ગૂગલ મેપનો આશરો લીધો.
તેને ગુગલ મેપ દ્વારા ખોટા રસ્તે મોકલી દેવામાં આવ્યા
એકોલે પોલીસ સ્ટેશનનાં સીનિયર ઈન્સ્પેક્ટર અભય પરમાર દ્વારા કહેવામાં આવ્યું કે, ‘ટ્રેકિંગ માટે કલસુઈબાઈ જવામાં ગૂગલ મેપે તેમને સૌથી પાસેનો રસ્તો દેખાડ્યો. જે રસ્તો તેમને સીધો ડેમ બાજુ લઈ ગયો તેમજ તે વ્યક્તિઓની કાર પાણીમાં ડૂબી ગઈ.’ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ રસ્તો વરસાદની ઋતુમાં જ બંધ કર્યો હતો કેમ કે, પિમ્પલગાંવ ખંડ ડેમનાં પાણીમાં ડૂબ્યો હતો.
ગૂગલ મેપ પર ભરોસો કરવો ભારે પડ્યો
પોલીસ દ્વારા વધારે જણાવવામાં આવ્યું કે, ‘ ત્યાંના સ્થાનિક લોકોને રસ્તો બંધ હોવા અંગેની જાણકારી હતી પણ કાર ચાલક સતીષ ધુલે ગૂગલ મેપ પર ભરોસો કરીને આગળ વધ્યા તેમજ અંધારાનાં લીધે કાર સીધી પાણીમાં જતી રહી.’
2 વ્યક્તિઓએ બારી તોડીને તેનો જીવ બચાવ્યો
પોલીસનાં કહ્યા અનુસાર અકસ્માતમાં શેખર તેમજ રાજુરકર ગાડીની બારી તોડીને બહાર નીકળ્યા તેમજ તરીને તેનાં જીવ બચાવ્યા. જ્યારે સતીષ ધુલને તરતા આવડતું ન હોવાથી તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle