ગઈકાલે એટલે કે, 14 જાન્યુઆરીનાં રોજ લોકોએ ઉત્તરાયણનાં પાવન પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરી હતી. કોરોના મહામારીની વચ્ચે ઉત્તરાયણના 2 દિવસના પર્વમાં પતંગરસિકોને પણ મોજ પડી ગઈ છે. જો કે, દોરી વાગવા તથા અગાસી પરથી પડી જવાથી કુલ 3 લોકોના મોત નીપજ્યા છે તથા કુલ 40 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
વડોદરાવાસીઓએ અનેકવિધ રંગોની પતંગો ચઢાવતા આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા માટે અગાસી પર પહોંચી ગયા હતાં. જો કે, પતંગ રસિકો DJ તથા મિત્રો વગર જ પરિવારની સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે.
આનંદ ઉલ્લાસના પર્વ મુંગા પક્ષીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવલેણ સાબિત થયું છે. વડોદરામાં અનેક વિસ્તારોમાંથી પતંગના દોરાને લીધે પક્ષીઓના મોતની ઘટનાઓ સામે આવી હતી. અણી સાથે જ બર્ડ ફ્લૂના કહેર વચ્ચે તબીબોએ કુલ 150થી વધુ પક્ષીઓની સારવાર કરી હતી.
લોકોએ હર્ષોલ્લાસ સાથે કરી ઉત્તરાયણની ઉજવણી :
પતંગના પર્વ ઉતરાયણની વડોદરામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના તથા કોરોનાની ગાઈડલાઈન્સને લીધે સરકારી પ્રતિબંધ હોવાં છતાં પતંગરસિયાઓએ ઉત્તરાયણ પર્વને મન ભરીને માણ્યો હતો. આની સાથે જ પોતાના ધાબા પરથી પતંગ ચગાવીને કોરોનાના ભયને પણ આઘે હડસેલ્યો હતો.
મ્યુઝિકના તાલે ઉત્તરાયણ પર્વની પણ મોજ માણી :
ઉત્તરાયણ પર્વમાં આ વખતે રાજ્ય સરકારે અગાશી પર સાઉન્ડ સિસ્ટમ અથવા તો DJ સિસ્ટમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે, શહેરીજનોને સરકારના નિયમોને અવગણીને ધાબા પર સાઉન્ડ સિસ્ટમ ગોઠવી દેવામાં આવી હતી તેમજ મ્યુઝિકના તાલે ઉત્તરાયણ પર્વની પણ મોજ માણી હતી.
મકરસંક્રાંતિ પર્વે ગરીબોને દાન કરી ધન્યતા અનુભવી :
મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્વ વિવિધ મંદિરોમાં દર્શનની ઉપરાંત દાન પુણ્યનો પણ મહિમા રહેલો છે. ધાર્મિક શ્રદ્ધાળુઓએ મકરસંક્રાંતિ પર્વે ગરીબોને દાન કરીને ધન્યતા અનુભવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle