15 વર્ષની આ દીકરીએ એવું તો શું કર્યું કે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે વાહ વાહ!

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે જેને જાણીને આપને ખુબ ગર્વ થશે. દુબઈમાં રહેતી માત્ર 15 વર્ષીય ભારતીય બાળકીની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી…

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે જેને જાણીને આપને ખુબ ગર્વ થશે. દુબઈમાં રહેતી માત્ર 15 વર્ષીય ભારતીય બાળકીની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. તેનું એક માત્ર કારણ છે કે, દુબઈમાં છેલ્લા 4 વર્ષમાં તેણે અંદાજે 25 ટન ઈ-વેસ્ટ રિસાઈકલ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

આ બાળકીનું નામ રીવા તુલપુલે છે. પર્યાવરણ માટે સંવેદના ધરાવતા આ પ્રયત્નમાં રીવાની સાથે 15 સ્કૂલના કુલ 60 વિદ્યાર્થી સક્રિય રીતે જોડાઈ ચૂક્યા છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ રીવા કહે છે કે, ‘થોડા વર્ષ અગાઉ અમે ઘર બદલી રહ્યાં હતાં. એ વખતે ઘરનો સામાન શિફ્ટ થતો હતો ત્યારે તેણે માતાને પૂછ્યું હતું કે, ‘આપણને જે ચીજવસ્તુઓની જરૂર નથી, તે આપણે એમ જ ફેંકી દઈશું?’

માતાએ જણાવ્યું હતું કે, ખરેખર તો બિનજરૂરી ચીજવસ્તુઓનો યોગ્ય રીતે નાશ થવો જરૂરી છે પરંતુ આ વખતે રીવાને રિસાઈકલ ટેક્નોલોજી વિશે ખાસ કંઈ ખબર ન હતી. ત્યારબાદ તેણે ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા પર આ દિશામાં અભ્યાસની શરૂઆત કરી હતી. આની સાથે જ જાણકારી એકત્ર કરી હતી.

રીવાને માલુમ પડ્યું હતું કે, હાલમાં સમગ્ર વિશ્વમાં મોબાઈલ, કમ્પ્યુટર વગેરેનો ઈલેક્ટ્રોનિક વેસ્ટ એક મોટી મુશ્કેલી છે. તેને રિસાઈકલ કરી શકાય પણ એ‌વુ બહુ ઓછું કરવામાં આવે છે. રીવા જણાવતાં કહે છે કે, ‘એટલે મેં થોડા દોસ્તોની મદદથી કામની શરૂઆત કર્યું.

આ અભિયાનનું નામ ‘વી કેર ડીએક્સબી’:
રીવા દુબઈની જેમ્સ મોડર્ન એકેડેમી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે. તે ‘વી કેર ડીએક્સબી’ નામથી ઈ-વેસ્ટ રિસાઈકલ કરવાનું અભિયાન ચલાવી રહી છે. તેમાં સોશિયલ મીડિયાની પણ અગત્યની ભૂમિકા ભજવી છે. કારણ કે, તેના દ્વારા જ રીવા લોકોનો સંપર્ક કરે છે, તેમને જાગૃત કરે છે તેમજ જરૂર પડ્યે પોતે તથા તેના મિત્રો લોકોના ઘરે જઈને ઈ-વેસ્ટ એકત્ર કરે છે.

ત્યારબાદ તેને ઈલેક્ટ્રોનિક રિસાઈકલિંગ કરતી ફર્મ એન્વાયરોસર્વ પાસે લઈ જાય છે. આ રીતે રીવાની ટીમ અત્યાર સુધીમાં કુલ 2000થી વધારે તૂટેલા મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કિ-બોર્ડ વગેરે રિસાઈકલિંગ કરાવી ચૂકી છે. આ કામ માટે તેને અનેક ઈનામ પણ મળી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે…yd+hv લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *