માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થવાં જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં મહિલા કોલેજ અંડર બ્રિજમાં ગત મોડી રાત્રે એક શખ્સ કાર લઇને રાત્રિ કર્ફ્યૂમાં નીકળી પડ્યો હતો. પોલીસને જોઇ જતા રોંગ સાઇડમાં કાર ચલાવીને પૂરપાટ ઝડપે ફરાર થઈ રહ્યો હતો.
આ સમયે સામેથી આવી રહેલ બાઇકને અડફેટે લીધી હતી. જેમાં ખાનગી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહેલ કરણ પરમારને બાઇકની સાથે રિવર્સમાં કુલ 50 ફૂટ સુધી ઢસડ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. લેબ ટેકનિશિયનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
બાઇકને ઠોકરે લીધા પછી પણ કાર ઊભી રહી ન હતી :
સ્ટર્લિંગ હોસ્પિટલમાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે ફરજ બજાવી રહેલ તેમજ કોઠારિયા રોડ પરના દેવપરા પાસેના ઘનશ્યામનગરમાં રહેતો 26 વર્ષીય કરણ અનિલભાઇ પરમાર શનિવારની રાત્રે હોસ્પિટલમાં નોકરી પરથી છુટીને બાઇક પર પોતાના ઘરે પરત જવા માટે નીકળ્યો ત્યારે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં પહોંચ્યો હતો. આ સમયે સામેથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે કાર આવી રહી હતી.
ઓવર સ્પીડમાં આવી રહેલી કારે બાઇકને ઉલાળ્યું હતું, બાઇકને અડફેટે લીધા પછી પણ કાર ઊભી રહી ન હતી તેમજ કાર આગળ વધતા કરણ બાઇકની સાથે રિવર્સમાં કુલ 50 ફૂટ સુધી ઢસડાયો હતો. આની સાથે જ સંકલ્પસિદ્ધ હનુમાન મંદિર પાસે બાઇક તથા કાર ઊભા રહી ગયા હતા. અકસ્માતમાં ઘવાયેલા બાઇકચાલક યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તેમજ તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
શખ્સે રોંગસાઇડમાં કાર પૂરપાટ ઝડપે ચલાવી હતી :
કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી તેમજ કરણને તાકીદે સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કરણ પરમારની હાલત ખુબ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કારચાલક પણ હોસ્પિટલના બિછાને પહોંચી ગયો હતો.
શહેરમાં નાઇટ કર્ફ્યૂ ચાલુ હોવાંથી રાત્રીના 11 વાગ્યાની આસપાસ નીકળેલ કાર ચાલકે મહિલા કોલેજ પાસે બંદોબસ્તમાં રહેલી પોલીસથી બચવા માટે અન્ડરબ્રિજમાં રોંગસાઇડમાં કાર પુરપાટ ઝડપે ચલાવી હોવાનું ઘટનાસ્થળ પર હાજર લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
એમ્બ્યુલન્સે કોટેચા ચોકમાં જ યુવકની જિંદગી બચાવવા માટે સારવાર શરૂ કરી :
કારની ઠોકરે સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી કરણ પરમાર 50 ફૂટ રિવર્સમાં ઢસડાયો હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી હતી તેમજ કરણને લઇ સ્ટર્લિંગ બાજુ રવાના થઇ હતી. કર્મચારીને અકસ્માત નડ્યાની જાણ થતાંની સાથે જ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર સહિતનો સ્ટાફ એમ્બ્યુલન્સની સાથે રવાના થયો હતો.
બંને એમ્બ્યુલન્સ કોટેચા ચોકમાં ઊભી રહી હતી તેમજ બંને એમ્બ્યુલન્સને સામસામે ઊભી રાખીને તબીબો દ્વારા ઘટનાસ્થળ પર જ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આની સાથે જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તેને શિફ્ટ કરી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle