હાલમાં સમગ્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ એક જાણકારી સામે આવી રહી છે. PM નરેન્દ્ર મોદીનાં હસ્તે આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની કેવડિયા માટે કુલ 8 ટ્રેનને લીલી અણદી આપીને રવાના કરવામાં આવી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડિયા હવે રેલ કનેક્ટિવિટી સાથે જોડાયેલ છે.
સમગ્ર દેશના વિવિધ ભાગોથી પ્રતિમાને જોવા માટે લોકોની અવરજવર થાય તેવાં ધ્યેયથી આ ટ્રેનોની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ટ્રેનો ગુજરાતમાં આવેલ કેવડિયાને અન્ય રાજ્યોના મોટા શહેરો સાથે જોડશે. જે શહેરોમાંથી રેલ્વે જોડાણની શરૂઆત કરવામાં આવી છે એમાં વારાણસી, દાદર, અમદાવાદ, દિલ્હી, રેવા, ચેન્નાઈ તથા પ્રતાપનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
PM મોદીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો :
આજના દિવસને PM મોદીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. તેઓ જણાવે છે કે, સૌપ્રથમ વાર 8 ટ્રેનોને એકસાથે કોઈપણ એક સ્થળ પરથી લીલી ઝંડી આપવામાં આવી છે. આ જોડાણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓની માટે ખુબ ફાયદાકારક અબિત થશે પણ કેવડિયાના આદિવાસી સમુદાયનું જીવન બદલવામાં પણ ખુબ મદદ કરશે.
ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ સ્ટેશન :
આ રેલ્વે પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે રેલવે પ્રધાન પિયુષ ગોયલ, ગુજરાતના CM વિજય રૂપાણી સહિત સંબંધિત રાજ્યોના મુખ્ય પ્રધાન વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યા હતા. PM મોદી જણાવે છે કે, કેવડિયા દેશનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ સ્ટેશન બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle