સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિધાર્થીને પિતાએ નજીવી બાબતે ઠપકો આપતા ભર્યું એવું પગલું કે, જાણીને…

સમગ્ર રાજ્યમાં તેમજ દેશમાં આપઘાતની અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવા જ એક દુઃખદ સમાચાર રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવ્યા છે. વાલીઓ માટે એક ખુબ ચિંતાજનક ઘટના શહેરમાંથી સામે આવી છે.

પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યા પછી શહેરના વેસુ વિસ્તારમાં આવેલ યાર્નના વેપારીના ફક્ત 17 વર્ષીય દીકરાએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ ઉમરા પોલીસ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી તેમજ આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

વેસુ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં રહેતા વિકાસભાઈ ઝુનઝુનવાલા યાર્નનો વેપાર કરી રહ્યાં છે. તેમનો 17 વર્ષીય દીકરો તનુશ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ગુરુવારની વહેલી સવારમાં તનુશ સાઈકલ ચલાવવા માટે ગયો હતો. સાઈકલ ચલાવીને પાછો આવેલ તનુશને વિકાસભાઈએ ઠપકો આપ્યો હતો તેમજ સાઈકલ ચલાવવા જવા માટેની ના પાડી દીધી હતી.

આ દરમિયાન ગુરુવારની બપોરે તનુશે પોતાના ઘરમાં પંખાની સાથે કપડું બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થતાની સાથે જ તનુશને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આની સાથે જ તેને વધુ સારવાર અર્થે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ બજાવી રહેલ તબીબ દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ ઉમરા પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી તેમજ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હોવાને લીધે માઠુ લાગી આવતા તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *