સુરત માં ફરી આવી હની ટ્રેપ ઘટના આવી સામે આ વખતે મેડિકલ ના મલિક ને બનાવિયો શિકાર હની ટ્રેપ માં ફસાવી માંગ્યા 25 લાખ રૂપિયા. રૂપિયા નહીં આપતા વેપારી ને ત્રણ મહિલા એ મળી મારિયો માર પુણા પોલીસએ હની ટ્રેપ ની માસ્ટર માઈન્ડ મહિલા ની કરી ધરપકડ અને વધુ પૂછ પરછ હાથ ધરી છે.
સુરતના પુણા વિસ્તારમાં રહેતા 31વર્ષય પ્રવીણ ભાઈ રામાણી પોતે મેડિકલ સ્ટોર ચલાવે છે ત્યાં જ મેડિકલ સ્ટોર પર એક અજાણી મહિલા એક દિવસ આવી પ્રવીણ ભાઈ પાસે આવી ફેરનેસ ક્રીમ ની મંગાળી કરે છે એ ક્રીમ સ્ટોક માં નહીં હોવાનું મેડિકલ માલિક કહે છે મહિલા એ મેડીકલ માલિક ને કીધું કે મારો નંબર લખી લો ક્રીમ સ્ટોક માં આવે ત્યારે મને કોલ કરજો આ રીતે તેણે મેડિકલ માલિક સાથે મિત્રતા કેળવી મોબાઈલ નંબર ની આપ લે કરી મેડિકલ માલિક એ ક્રીમ આવતા તેને ફોન કરિયો હતો.
ત્યાર બાદ મહિલા મેડિકલ માલિક ને કોઈ ને કોઈ કારણ સર તે તેને ફોન કરતી રહી અને એક દિવસ મહિલા એ તેણે વાત કરી કે તે બ્યુટી પાર્લર અને મસાજ પાર્લર ચલાવે છે તેમને ત્યાં બધી સુવિધા મલી જશે આવું કહી મેડિકલ માલિક ને સારથી કોમ્પ્લેક્ષ પાસે આવેલા હંસ મોર બ્યુટી પાર્લર સલૂન માં બોલાવ્યો ત્યાં શરીર સુખ માણવા ની વાત થઈ પણ મેડિકલ માલિક ને ત્યાંની હિલ ચાલ શંકા સ્પદ લાગતા તણે શરીર શુખ માણવાની ના પાડી દીધી..
આ હની ટ્રેપ ની માસ્ટર માઈન્ડ મહિલા ને પોતાનો શિકાર એમને એમ ભાગે તે મંજુર નહીં હતું અને તેણે આ વેપારી ને બ્યુટી પાર્લર માં ખેંચી લીધો અને રૂપિયા 25 લાખ ની માંગ કરી જો તે રૂપિયા નહીં આપે તો પોલીસને બોલાવી તેને રેપ કેશમાં ફસાવી દેશે અને તેના ઘરે કહી સમાજ માં તેને બદનામ કરશે.તેવી ધમકી આપી પણ મેડિકલ માલિક એ તેને પાસે રૂપિયા નથી તેવું કહી દીધું ત્યાર બાદ ગુસ્સે ભરાયેલી ત્રણ મહિલા એ આ યુવક ને લાકડા ના ફટકા થી માર માર્યો હતો.
આ ઉપરાંત, પાસે રહેલા ગજા ના બે હજાર રૂપિયા પણ લઈ લીધા ત્યાર બાદ મામલો પુણા પોલીસ મથકમાં પોહચ્યો.પોલીસએ ગુના ની સમગ્ર હકીકત તપાસ કરી તો મામલો હની ટ્રેપ નો હતો. ત્યાં સુમન બેન હંસા બેન અને અન્ય બે મહિલા વિરૂદ્ધ ગુંનો નોંધી મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ હંસા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત માં અગાવ પણ કેટલાક ચર્ચા સ્પદ હની ટ્રેપ ના કિસ્સા ઓ સામે આવી ચુક્યા છે જેમાં નેતા વેપારી અને અન્ય લોકોને પણ આ જ રીતે હની ટ્રેપ નો શિકાર બનાવી લાખો કરોડો રૂપિયા ગેગ દ્વારા વસુલવામાં આવિયા છે ત્યારે હાલ તો આ એક મહિલા ની પોલીસ એ ધરપકડ કરી અન્ય ફરાર મહિલા આરોપી ની શોધ શરૂ કરી અને તપાસ હાથ ધરી છે કે તેમણે આ જ રીતે કેટલાક લોકો ને પોતાના શિકાર બનાવીયા છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle