પાસવર્ડ ભૂલી જવો પડ્યો ભારે: રાતોરાત જ બની ગયો કરોડપતિમાંથી રોડપતિ

મોટાભાગનાં લોકો પોતાના મોબાઈલમાં પાસવર્ડ રાખતા હોય છે. ઘણીવાર લોકોને પોતાનો પાસવર્ડ ભુલાઈ જતો હોય છે જેને લીધે ફોનમાં સંગ્રહિત થયેલ ડેટા ડીલીટ થઈ જતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આજની હાઇટેક દુનિયામાં પાસવર્ડ જિંદગીનો અગત્યનો ભાગ બની ચૂક્યો છે.

જો કે, આ એક ખુબ સામાન્ય વાત છે પણ લોકો પોતાના મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ અથવા તો એપ્લીકેશન માટે સરળ પાસવર્ડ રાખતાં હોય છે. ઘણીવખત Strong Password રાખવાનું પણ નુક્સાન ભોગવવું પડતું હોય છે. હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે કે, જેમાં પાસવર્ડ ભૂલવાને લીધે એક વ્યક્તિને 16 લાખ રૂપિયાનું નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે.

આ મામલો કેલિફોર્નિયામાંથી સામે આવ્યો છે. Stefan Thomas પોતાના Bitcoin એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયો હતો. વ્યવસાયે પ્રોગ્રામર Stefanએ પાસવર્ડ યાદ કરવાની કેટલા પ્રયત્નો કર્યાં હતાં પણ તેને યાદ આવ્યું નથી. રિપોર્ટ અનુસાર Stefan Thomaને આ ભૂલને લીધે અંદાજે 16 લાખ રૂપિયાનું નુક્સાન થયું છે.

NORDPASS નામની એક પાસવર્ડ મેનેજમેન્ટ કંપની દ્વારા વર્ષ 2020ના સૌથી નબળા પાસવર્ડની એક યાદી જાહેર કરવામાં આવી છે. ગત ઘણા વર્ષો માફક આ વર્ષે પણ 123456 સૌથી નબળા પાસવર્ડની યાદીમાં અગ્રસ્થાને છે. આ યાદીમાં બીજા સ્થાને 1થી લઇને 9 સુધીની ગણતરી 1 2 3 4 5 6 7 8 9. ત્રીજા નંબર પર છે.

જયારે કેટલાંક લોકોએ તો પાસવર્ડની સ્પેલિંગ Passwordનો જ ઉપયોગ કર્યો છે. આની સાથે જ કેટલાંક લોકોએ 123123ને પોતાનો પાસવર્ડ બનાવ્યો છે. તમે ભૂલથી પણ આવા નબળા પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં. કારણ કે, એક નબળો પાસવર્ડ તમારી અંગત માહિતીને ઇન્ટરનેટ પર લીક કરી શકે છે.

જાણો કેવી રીતે રાખશો યાદ?
જાણકારોનું માનવું છે કે, જો તમને પાસવર્ડ યાદ નથી રહેતો તો તમે તમારા એક પાસવર્ડ મેનેજરની સેવા લઇ શકો છો. મોટા ભાગના પેડ એપ encrypted હોય છે કે, જેને હૈક કરવું ખુબ જ અઘરું હોય છે. જેનાથી તમારી અંગત જાણકારી પણ સુરક્ષિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *