જાણો મુકેશ અંબાણીના બાળકો જયારે સ્કુલમાં હતા ત્યારે તેમની પોકેટમની કેટલી હતી? જાણીને તમે પણ ચોકી જશો 

આપણે દેશના  સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના વૈભવ વિશે જાણીએ જ છીએ. તેમના જીવન સાથે જોડાયેલી એવી ઘણી અવનવી બાબતો સામે આવે છે ત્યારે આપણને પણ…

આપણે દેશના  સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના વૈભવ વિશે જાણીએ જ છીએ. તેમના જીવન સાથે જોડાયેલી એવી ઘણી અવનવી બાબતો સામે આવે છે ત્યારે આપણને પણ સાંભળીને એમ થતું હોય છે કે શું ખરેખર મુકેશ અંબાણી આવું જીવન જીવતા હશે?

પરંતુ આ હકીકત છે. મુકેશ અંબાણીનો પરિવાર જેટલું વૈભવી જીવન જીવે છે તેટલા જ પોતાના આદર્શોના પાક્કા છે. એટલે જ  ઘણી બાબતોમાં તેમના ઉદાહરણ પણ આપવામાં આવતા હોય છે. એવી જ એક બાબત છે જયારે તેમના બાળકો સ્કૂલમાં ભણતા હતા તે સમયે તેમની પોકેટમની કેટલી હશે?

આપણે બધા એવું વિચારતા હોઈશું કે, મુકેશ અંબાણીના બાળકોને ક્યાં પૈસાની કમી છે માટે તેમને તો ગમે તેટલી પોકેટમની મળતી હશે. પરંતુ આ બાબતે નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું એવું જણાવ્યું હતું કે, જાણીને તમને પણ ખરેખર આશ્ચર્ય થશે.

ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે જયારે મારા બાળકો નાના હતા ત્યારે દર શુક્રવારે હું તેમણે 5 રૂપિયા આપતી હતી જેના કારણે તે સ્કૂલની કેન્ટીનમાં તે પૈસા વાપરી શકે. એક વાર મારો નાનો દીકરો અનંત મારા બેડરૂમમાં દોડીને આવ્યો અને મારી પાસે 10 રૂપિયા માંગવા લાગ્યો.

નીતા અંબાણીએ આગળ જણાવ્યું કે, “જયારે  મેં તેને પૂછ્યું કે શા માટે તારે 10 રૂપિયા જોઈએ છે? ત્યારે તેને કહ્યું કે, જયારે તે સ્કૂલમાં 5 રૂપિયાનો સિક્કો પોતાના મિત્રોને બતાવે છે ત્યારે બધા તેના ઉપર હસે છે અને કહે છે કે, ‘તું અંબાણી છે કે ભિખારી?’ આ વાત સાંભળતા નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને હસવા લાગે છે.

નીતા અંબાણી પોતાના પરિવારને ખુબ જ સારી રીતે સાચવે છે. તેમને પોતાના બાળકોને પણ કયારેય પૈસાનું અભિમાન આવવા દીધું નથી. મુકેશ અંબાણી દુનિયાના ધનવાન લોકોની યાદીમાં નામ ધરાવે છે તેની પાછળનું કારણ તેમના આદર્શો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *