300 કરોડથી વધુ લોકોના ઈમેલ-પાસવર્ડ થયા હેક – અહીં ક્લિક કરી જાણો તમારું તો નથી ને?

હાલમાં દરરોજ તમે હેકિંગને લગતા સમાચાર જોતા અને વાંચતા હશો. આ દરમિયાન ઓનલાઈન હેકિંગ ફોરમ દ્વારા 300 કરોડથી વધારે ઈમેલ અને પાસવર્ડને લીક કરવાનો દાવો…

હાલમાં દરરોજ તમે હેકિંગને લગતા સમાચાર જોતા અને વાંચતા હશો. આ દરમિયાન ઓનલાઈન હેકિંગ ફોરમ દ્વારા 300 કરોડથી વધારે ઈમેલ અને પાસવર્ડને લીક કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બધા ડેટાને એક જગ્યાએ રાખવાનો દાવો કરવામાં આવ્યો છે. આ લિંકમાં લિંક્ડઈન, Minecraft, નેટફ્લિક્સ, Badoo, Pastebin અને બિટકોઈનના યૂઝર્સ પ્રભાવિત થયા છે. લિકમાં તે યૂઝર્સના વધુ ડેટા છે જેમના દ્વારા ગૂગલ અને નેટફ્લિક્સ બન્ને માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સાઈબર યૂઝના એક રિપોર્ટ મુજબ આ ડેટા લીક નેટફ્લિક્સ,લિંક્ડઈન, બિટકોઈન જેવા પ્લેટફોર્મ પરથી થયા છે. આ લીકને સીઓએમબીનું નામ આપવામાં આવ્યું છે. લીક થયેલા 300 કરોડથી વધુ ડેટાને અર્કાઈવ કરવામાં આવ્યા છે અને પાસવર્ડ પ્રોટેક્ટેડ કંટેનરમાં રાખવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, count-total.sh, query.sh અને sorter.sh જેવા ડેટાબેસથી ડેટા લીક થયો છે. સીઓએમબી ડેટા લીકમાં ડેટાને અલ્ફાબેટિકલ ક્રમમાં પાસવર્ડ સાથે રાખવામાં આવ્યા છે. આ ડેટા લીકમાં 2017ના લીક થયેલા ડેટા જેવા છે. જેમા 100 કરોડથી વધુ લોકોના ડેટા પ્લેન ટેકસ્ટમાં લીક થયા હતા.

સૌ પ્રથમ એ કામ કરો કે, જલ્દી તમારો પાસવર્ડ બદલી નાખો. આ ઉપરાંત તમે cybernews.com/personal-data-leak-check અને haveibeenpwned.com પર જઈને વાતની તપાસ કરી શકો છો કે, તમારો ડેટા લીક થયો છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *