આપને સૌ જાણીએ જ છીએ કે, રક્ષાબંધન કે ભાઇબીજ જેવા તહેવારોમાં બહેન ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે તેની સામે બહેનની છેલ્લા શ્વાસ સુધી સુરક્ષા કરવાનું પ્રોમિસ આપે છે. ભાઇ-બહેનનો આ અતૂટ પ્રેમ હાલ સુરતના પાંડેસરના સંતરામ ભાઇના પરિવારમાં જોવા મળ્યો છે. પાંડેસરા-બમરોલી રોડની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતાં સંતરામ હરીજન સંચાના કારખાનામાં કામ કરે છે. તેમને 5 દીકરી અને 1 પુત્ર છે. જોકે, તે પૈકી બે દીકરી વિકલાંગ અને એકનો એક પુત્ર જીતેન્દ્ર હાલ 19 વર્ષનો છે. જેેની કિડની ફેઇલ થતાં કિડની ટ્રાન્સ્પલાન્ટની નોબત આવી છે.
સંતરામભાઇએ પુત્રને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. છતાં કોઈ ડોનર મળ્યું ન હોવાથી માતા-પિતા સહિત બહેનોએ એક કિડની જીતેન્દ્રએ આપવાની વાત કરી હતી. પણ માતા-પિતાની વૃદ્ધાવસ્થાના કારણે દીકરી સુષ્માએ તાત્કાલિક ઓપરેશન કરીને ભાઇને કિડની આપી જીવન બચાવવા તૈયારી કરી અમદાવાદ રવાના થઈ છે. જન્મજાત પ્રજ્ઞાચક્ષુ બહેન સુષ્માએ કહ્યું કે, હું કિડની આપીશ તો મારો ભાઈ મારી આંખો બની મારી જીંદગીનો સહારો તો બનશે.
સામાન્ય નોકરી અને લાંબી સારવારના લીધે દેવું પણ થયું છે. જોકે, વધુ સારવાર માટે ડોકટરે કિડની ડોનર શોધી ટ્રાન્સ્પલાન્ટ ઓપરેશનનું કહેતાં તેઓ ચિંતામાં મુકાયાં હતાં. સારવારના જ ફાંફાં હતાં ત્યાં ડોનરનું કહેતાં અમે ચિંતામાં હતા. અમારી દીકરી ભાઇ અને સંપૂર્ણ પરિવાર માટે તારણહાર બની છે.
સુવર્ણ જયંતિ રોજગાર યોજના હેઠળ વર્ષ 2009માં સંતરામભાઇએ રાશન કાર્ડ બનાવ્યું હતું. જોકે, આ યોજના 2014માં બંધ થતા પુત્રના કિડની ટ્રાન્સ્પલાન્ટનો ખર્ચ કરવો પડયો હતો. સંતરામના કાર્ડની જુની તારીખ પ્રમાણેની નોંધ યુસીડીમાં મળતાં બીપીએલ કાર્ડથી હવે સારવાર સરકારના ખર્ચે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle