મહિલા આરપીએફની મહિલા કોપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ મહિલા સૈનિકે આવું કરીને બતાવ્યું છે, જેના કારણે તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વીડિયો વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનનો છે. જ્યાં એક મહિલા સૈનિકે ચાલતી ટ્રેનમાંથી નીચે પડતી વ્યક્તિને બચાવી લીધી હતી. લોકો મહિલા સૈનિકના આ કૃત્યથી ખૂબ જ ખુશ છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. આ વીડિયો રેલવે મંત્રાલયે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને મહિલા સૈનિકની પ્રશંસા પણ કરી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે કોઈ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પછી અચાનક જ તેનો પગ લપસી ગયો. જો તે સમયે તે મહિલા સૈનિક ત્યાં પહોંચી ન હોત તો આ ઘટના મોટા અકસ્માતમાં ફેરવાઈ ગઈ હોત. વ્યક્તિને લપસી જતા જોતા અચાનક મહિલા સૈનિક ત્યાં પહોંચી અને અન્ય સૈનિકો સાથે મળીને તે વ્યક્તિને પોતાની તરફ ખેંચી લીધો અને તેનો જીવ બચાવ્યો.
આ વીડિયો ક્લિપ શેર કરતી વખતે, રેલવે મંત્રાલયે લખ્યું કે, “માનવતાની સેવા કરનારી સૌ પ્રથમ: વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશન પર ટીમની એક જાગૃત આરપીએફ મહિલા કોન્સ્ટેબલે મુસાફરોને ચાલતી ટ્રેનની નીચે આવતાં બચાવ્યો હતો. આ એપિસોડને આરપીએફના જવાનોના શરીર પર લગાવવામાં આવેલ કેમેરાએ કેદ કર્યો હતો. ” આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા સૈનિકની પ્રશંસા પણ કરી રહ્યા છે.
Serving Humanity First:
An alert RPF woman constable of “Meri Saheli” team at Visakhapatnam Railway station rescued a passenger falling under a moving train.
The episode was caught on the body-worn camera of RPF personnel. pic.twitter.com/05FJvP8Xju— Ministry of Railways (@RailMinIndia) February 10, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle