રસ્તા પર બેસીને ગેમ રમતા બાળકો બન્યા લુટારાઓનો શિકાર- જોતજોતામાં લઈને ગાયબ થઇ ગયા

જો તમે પણ મોબાઈલ લઈને બજારમાં જતા હો કે, બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હો તો ચેતી જજો. હાલમાં ભર બજારમાંથી મોબાઈલ ઝડપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભર બજારમાં બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, ત્યારે બાઈક પર આવેલા બે તસ્કરોએ મોબાઈલની ચીલ ઝડપ કરી ભાગી ગયાં હતા. રાત્રે 8 વાગ્યે બનેલી ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સીસીટીવી કેમેરામાં જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે, બાળકોને રસ્તામાં મોબાઈલ આપતા પહેલા જ ચેતી જજો. મોબાઈલની સાથે સાથે તમારા બાળક પર પણ ખતરો છે. હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ  હાથ ધરી ચીલ ઝડપ કરનારની શોધખોળ હાથ ધરી છે.

મોબાઈલ લૂંટની જે ઘટના બની તે લાલબત્તી સમાન છે. એક બાળક પોતાના આંગણામાં જ મોબાઈલ પર રમી રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો મોબાઈલ ઝૂંટવીને જતા રહ્યા હતા. આવી ઘટના કોઈની સાથે પણ બની શકે છે. રસ્તા પરથી જતા સમયે તમારી સાથે પણ બની શકે છે. આ દરમિયાન લૂંટારુઓ સરળતાથી તમને ટાર્ગેટ બનાવી શકે છે.

અત્યાર સુધી ચેઈન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગના કિસ્સા સાંભળ્યા હતા. પરંતુ હવે તો આવી રીતે મોબાઈલ સ્નેચિંગના કિસ્સા પણ જોવા મળ્યાછે. દાહોદમાં મોબાઈલ સ્નેચિંગની ગેંગ ફરીથી સક્રિય થઈ છે. જેનાથી ફરી લોકોને ટેન્શન આવી ગયું છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, તેઓ કોઈને પર શિકાર બનાવિ શકે છે. ખાસ કરીને એવા લોકો રસ્તા પર મોબાઈલ વાપરતા સમયે બેધ્યાન હોય.

મોબાઈલ પર વાત કરતા કરતા, હળવા અંદાજમાં મોબાઈલ હાથમાં લઈને બેસ્યા હોય તેવા લોકોને આ ગેંગ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે. જેઓ બાઈક પર આવીને મોબાઈલ ઝૂંટવીને ભાગી જાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દાહોદમાં આ પ્રકારની ગેંગ સક્રિય બની હતી. મોબાઈલ સ્નેચિંગ ગેંગનો આતંક વધતા દાહોદ પોલીસ એક્શનમાં આવી હતી. જેના પરિણામે 2019માં એક ગેંગ ઝડપાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *