અમદાવાદની આ મહિલાએ જજને મોકલ્યા 150 કોન્ડોમ અને કહ્યું એવું કે, જાણીને તમને પણ ગર્વ થશે

હાલમાં ગુજરાતનાં અમદાવાદમાં રહેતી એક મહિલાએ મુંબઇ હાઇકોર્ટનાં એક જજ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ મોકલ્યા હતા. મળતી માહિતી મુજબ, આ મહિલા એક કિશોરીના યૌન શોષણ અંગે જજ દ્વારા અપાયેલા ચુકાદાથી નારાજ છે. ગયાં મહિને બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચને આ અંગે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેના અનુસાર કિશોરીને કપડા પર જ સ્પર્શ કરવો એ યૌન શોષણ ગણી શકાય નહી. આ ચુકાદાથી મહિલા નારાજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઇકોર્ટની જજને 150 કોન્ડોમ મોકલનારી મહિલાનું નામ દેવશ્રી ત્રિવેદી છે. દેવશ્રી દ્વારા બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાના વિરોધમાં 12 અલગ અલગ સ્થળો પર કોન્ડોમ મોકલવામાં આવ્યા છે. જેમાં પુષ્પા વિરેન્દ્ર ગનેડીવાલની ચેમ્બરનો પણ સમાવેશ થાય છે. દેવશ્રીએ આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રકારનો અન્યાય સહ્ય નથી. જસ્ટિસ ગનેડીવાલાનાં ચુકાદાના કારણે યૌન શોષણની પીડિત કિશોરીઓને ક્યારે પણ ન્યાય નહી મળે. હું માંગ કરૂ છું કે, જસ્ટિસ ગનેડીવાલાને સસ્પેન્ડ કરવામાં આવે.

બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે ગયાં મહીને જાન્યુઆરીમાં કિશોરીના શોષણ મુદ્દે એક ચુકાદો આપ્યો હતો. બોમ્બે કોર્ટે પોતાનાં ચુકાદામાં જણાવ્યું કે, કિશોરીના કપડા ઉતાર્યા વગર જ તેનો સ્પર્શ એ યૌન શોષણ ગણી શકાય નહી. તેને પોક્સો એક્ટ હેઠળ યૌન શોષણ તરીકે પરિભાષિક કરી શકાય નહી.

જોકે, બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચે રજિસ્ટ્રી ઓફીસે કહ્યું કે, તેમને કોન્ડોમના પેકેટ મળ્યા નથી. નાગપુર બાર એસોસિએશનનાં વરિષ્ઠ વકીલ શ્રીરંગ ભડારકરે કહ્યું કે, એવું કરવું કંટેમ્પ ઓફ કોર્ટ છે. અમે દેવશ્રી ત્રિવેદી વિરુદ્ધ એક્શનની માંગ કરીએ છીએ.

દેવશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સગીર છોકરીઓની જાતિય સતામણી કરવાના કેસમાં જજે જે પ્રકારના એકપછી એક ચુકાદા આપ્યા છે, અને આરોપીઓને છોડી મૂક્યા છે તેનાથી પોતે વ્યથિત છે. કોન્ડોમ એ જજ દ્વારા અપાયેલા ‘સ્કીન ટુ સ્કીન’ના જજમેન્ટનું પ્રતિક છે. જેમાં 12 વર્ષની છોકરીની છાતી પર હાથ ફેરવનારા આરોપીને કોર્ટે સ્કીનથી સ્કીનનો ટચ નથી થયો તેમ કહી પોક્સોના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટનું આ જજમેન્ટ ખૂબ જ વિચિત્ર હતું અને હું પીડિતા તેમજ તેના પરિવારની પીડા સમજી શકું છું.

આગામી દિવસોમાં પોતે જસ્ટિસ ગનેડીવાલા દ્વારા પોક્સો એક્ટ હેઠળ અપાયેલા વિવાદાસ્પદ ચુકાદાઓ સામે અભિયાન શરુ કરશે તેવી વાત કરતાં દેવશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું રાહ જોઈ રહી છું કે આપણા કોઈ રાજકીય પક્ષના નેતા દ્વારા આ અંગે કોઈ સવાલ ઉઠાવવામાં આવે છે કે નહીં. નવાઈની વાત એ છે કે, અત્યારસુધી કોઈ પિડિતાના ટેકામાં નથી આવ્યું. જેથી મેં નક્કી કર્યું હતું કે હવે હું જ આ મુદ્દો ઉઠાવીશ. હું જજને મારા સવાલોનો જવાબ આપવાનો પડકાર આપું છું. મને કોર્ટની અવમાનનાનો કોઈ ડર નથી, હું પણ કાયદો જાણું છું અને દરેકને વિરોધ કરવાનો અધિકાર છે.

ન્યાયાધીશ પુષ્પા ગનેડીવાલા બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ છે. તાજેતરમાં જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ પોક્સો એક્ટ હેઠળ બે નિર્ણય આપ્યા હતા, જેનો ભારે વિવાદ થઈ રહ્યો છે.પુષ્પા ગણેદીવાલા મહારાષ્ટ્રના અમરાવતીના છે. તે વર્ષ 2007 માં જિલ્લા જજ બન્યા હતા અને ત્યારબાદ, નાગપુર મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બન્યા. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરીકે નિયુક્ત થયા. ફેબ્રુઆરી 2019 માં, તેમને બોમ્બે હાઇકોર્ટમાં હંગામી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *