હાલમાં દુષ્કર્મના વધતા કેસોમાં ફરીવાર એક કેસ સામે આવ્યો છે જેમાં એક ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી 35 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાના પડોશીએ ભાવનગરમાં રહેતા તેના પતિને મળવા માટે લઈ જવાનું કહ્યું અને ચાલુ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી તેમજ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ દ્વારા પરણિતાની ફરિયાદ લઈ પડોશી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સિલાઈ કામ કરતા શશી જીતેન્દ્ર સોનીએ તેની જ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સોસાયટીના નાકા પાસે ચાની લારી ચલાવતી હોવાથી તે અવાર નવાર તેની લારી ઉપર ચા પીવાને બહાને જઈ બેસતો હતો. શશી સોસાયટીમાં જ રહેતો હોવાથી પરણિતા તેની સાથે વાતચીત કરતી હતી. આ દરમિયાન પરિણીતાએ તેનો પતિ ભાવનગર ગયો હોવાથી તેને મળવા જવાની વાત કરતા શશી પણ તેની સાથે ગયો હતો.
બસમાં જતી વખતે શશીએ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં બંને જણા એકલા હોવાનો મોકાનો ફાયદો ઉઠાવી પરણિતાને ચપ્પુ બતાવી તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ગઈ 29 સપ્ટેમ્બર 2019, 5 ઓક્ટોબર 2019 અને 14 ઓક્ટોબર 2019ના રોજ સુરતથી લકઝરી બસમાં સ્લિપિંગ કોચમાં તેમજ ઘરમાં પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બનાવ અંગે પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદ લઈ સિલાઈ કામ કરતા શશી સોની સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
અન્ય એક ઘટનામાં વરાછા પોલીસના જણાવ્યા મુજબ વર્ષા સોસાયટીમાં રહેતી 21 અને 16 વર્ષની બે સગી બહેનો ઘર નજીક આવેલા સંચા ખાતામાં મજુરી કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. આ દરમિયાન આ બંને બહેનો સહિત ચાર છોકરીઓ ગઈકાલે બપોરે બે વાગ્યે ખાતામાં જતી હતી. તે વખતે સોસાયટીની બહાર બાઈક સ્ટેન્ડ પર ચડાવી બેસેલા વિશાલ જેઠવા અને વિરભદ્ર વાળા દ્વારા બંને બહેનોની છેડતી કરવામાં આવી હતી.
આટલું જ નહી ગાળાગાળી કરી તેમના કપડા ફાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. રોમિયોઍ બહેનોની છેડતી કર્યા બાદ ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને રોમિયો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સુરતના પાંડેસરામાં બની હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle