પાકિસ્તાન મરીન સિકયુરીટીએ ફ્રી ભારતીય જળસીમા નજીકથી સૌરાષ્ટ્રની ત્રણ બોટ અને 18 માછીમારોના અપહરણ કર્યા છે.જેમાં બે પોરબંદરની અને એક વેરાવળની બોટ હોવાનું જાણવા મળે છે. એક માસમા અપહરણની બીજી ઘટના બની છે.
પોરબંદર માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે ભારર્તીય જળસીમા નજીક સૌરાષ્ટ્રની કેટલીક ફિશિંગ બોટો ગ્રુપમાં ફિશિંગ કરી રહી હતી ત્યારે એકાએક પાક મરીન સિકયુરીટીની શીપ ત્યાં ધસી આવી હતી અને બંદુકના નાળચે ત્રણ બોટ અને તેમાં સવાર 18 જેટલા ખલાસીઓના અપહરણ કરી કરાચી તરફ્ લઇ જવાયા છે. જેમાં બે પોરબંદરની બોટ અને એક વેરાવળની બોટ હોવાનુ જાણવા મળે છે. બોટ અપહરણની ફેબ્રુઆરીમાં માસમાં જ બીજી ઘટના છે
અત્રે ઉલેખનીય છે કે, અગાઉ 13 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રની ત્રણ બોટ અને ૧૭ માછીમારોના અપહરણ થયા હતા જેમાં બે પોરબંદરની અને એક વેરાવળ ની બોટ નો સમાવેશ થાય છે તે અગાઉ બે માસ પહેલા 16 ડીસેમ્બર ના રોજ માંગરોળની બે બોટ અને 6 માછીમારોના અપહરણ થયા હતા અને તે પહેલા 6 ડીસેમ્બરના ઓખાની બે બોટ અને વીસ માછીમારોના અપહરણ થયા હતા. ચારસોથી વધુ ફિશીંગ બોટો પાકિસ્તાનના કબ્જામા છે. વારૂવાર બનતી અપહરણની ઘટનાથી માછીમારોમાં રોષ જોવા મળે છે.
ગુજરાત કાંઠે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જળસંગ્રહથી ગુજરાતની નૌકાઓ અને માછીમારોની માછીમારીની ઘટનાઓ વધી રહી છે. હાલમાં ભારતીય પાણીમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા કબજે કરવામાં આવેલી ગુજરાતની આઠ બોટમાંથી સાત પોરબંદરની અને એક વેરાવળની છે. ગુજરાત બોટ ઓનર્સ એસોસિએશનના અધિકારી અશ્વની દુધ્યાએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે માછીમારોનું આંતરરાષ્ટ્રીય પાણીથી અપહરણ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle