ગુજરાત રાજ્યમાં ગુનેગારોની સંખ્યા એટલી વધી રહી છે કે, એમ પણ કહી શકાય કે હવે ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી. અગાઉ એક પછી એક ગેંગવોર અને હત્યાઓની ઘટનાઓ સામે આવ્યા પછી હજુ પણ ગુનાખોરીનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો નથી. અને દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં 2 લોકો પર ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
કારમાં આવેલા 4 જેટલાં શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક યુવાનને પીઠના ભાગે ગોળી વાગી હતી. જ્યારે અન્ય યુવકને સળિયા વડે માર મારી લોહીલુહાણ કરી દીધો હતો. જ્યારે મિસફાયરમાં હુમલાખોરને પણ ઈજા પહોચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઈકો કારમાં આવેલાં ચાર જેટલાં શખ્સોએ એકાએક ધડાધડ ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ ફાયરિંગ દરમિયાન એક યુવકને પીઠ પર ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ તે જમીન પર પડી ગયો હતો. જ્યારે અન્ય એક યુવાન પર લોખંડના સળિયા વડે ઘાતક હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો. ફાયરિંગ સહિતની મારામારીની ઘટનાથી હોબાળો મચી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયરિંગની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, લેબર કોન્ટ્રાક્ટર્સની હરિફાઈ વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો છે. અને દોઢ વર્ષમાં હુમલાખોર ગ્રૃપ દ્વારા ચાર વખત હુમલાઓ કરવામાં આવ્યા છે. અને આ મામલે પહેલા પણ પાંડેસરા પોલીસમાં વારંવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આજે હુમલાખોરોની હિંમત વધી ગઈ છે અને તેઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે. જાણવા મળ્યું છે કે, આ સમગ્ર ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle