ફરી એકવાર સુરતની કાપડ મિલમાં રાત્રે લાગી ભીષણ આગ- જુઓ વિડીયો કેટલું થયું જાનમાલનું નુકસાન

સુરતમાં દિનપ્રતિદિન આગ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક વખત GIDC વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારની GIDC માં ગઈકાલે…

સુરતમાં દિનપ્રતિદિન આગ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક વખત GIDC વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારની GIDC માં ગઈકાલે રાત્રે આગ લાગતા ફાયર વિભાગે પરસેવો પાડવો પ્ડ્ય્પો હતો. સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મીલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સહિત પોલીસને જાણ થતા તમામ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ફાયર વિભાગનો એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. ફાયરના જવાનોએ ભીષણ આગને લઈ પાણીનો મારો કરી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

આગ એટલી વિકરાળ હતી કે, આગની જ્વાળા 3 કિલોમીટર દુરથી જોવા મળી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે, મિલમાં જ્વલનશીલ કેમિકલ અને કાપડનો મોટો જથ્થો હોવાને લઇને ફાયર વિભાગને આગ પર કાબુ મેળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આગની ઘટનાનો વિડીયો:

સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મીલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સહિત પોલીસને જાણ કરતા ત્રણેય પાંખના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરના જવાનોએ ભીષણ આગને લઈ પાણીનો મારો કરી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી.

પ્રાથમિક જાણકારી અનુસાર આગ બુઝાવવા માટે ઓછામાં ઓછ ફાયર બ્રિગેડના 14 વાહનો પહોંચ્યા હતા. લગભગ 14 ગાડીઓ અલગ અલગ ફાયર સ્ટેશનની એટલે માન દરવાજા, મજુરા, ભેસ્તાન, ડીંડોલી, સહિતના ફાયર સ્ટેશનની મોકલવામાં આવી હતી. આશરે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. મિલના ત્રીજા માળે કપડામાં લાગ્યા બાદ ઉગ્ર બની હતી. જોકે કે મીલના કોઈ કર્મચારીને કોઈ નુકસાન ન થયું હોવાની જાણકારી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *