હાલમાં એક એવી ઘટના બની છે જેમાં મંગળવારે સાંજે એક જૂની બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હતો. માતા અને બે પુત્રી બંને સ્લેબમાં દબાઈ ગયાં હતા. બચાવ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ ત્યાં ભેગા થયેલાં લોકોએ ત્રણેય લોકોને કાટમાળમાંથી દરેક પથ્થર હાથથી ઉચકીને બહાર કાઢ્યા હતાં.
ત્રણેયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે એક માતા અને એક પુત્રીનું મૃત્યુ થયું હતું. આ બિલ્ડિંગ એક સાંકડી ગલીમાં આવેલી હતી. જેના કારણે બચાવ અને ફાયર બ્રિગેડની મશીનો પહોંચી શકી ન હતી. જેના કારણે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
લોકોના ટોળાએ તેમના હાથથી એક-એક પથ્થર કાઢ્યો અને કાટમાળમાં દબાયેલી માતા-પુત્રીઓને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ આવ્યા. કમનસીબે, માતા અને એક પુત્રી બચી શકી નહીં. રહેવાસીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શેરીમાં આવેલી આ ઇમારત જર્જરિત હાલતમાં હતી. નઝિયાબાનુ શેખ તેની પુત્રી ઝોહરા અને અખાતાબાનુ સાથે મંગળવારે સાંજે મકાનમાં હતી.
તે દરમિયાન મકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો અને ત્રણેય તેના કાટમાળમાં દટાયા હતા. સારવાર દરમિયાન નજીયાબાનુ અને પુત્રી અખાતાબાનુનું આજે મોત નીપજ્યું હતું. જોકે, હવે ઝોહરા જોખમની બહાર છે. આ સમગ્ર ઘટના અમદાવાદ શહેરનો રીલીફ રોડ પર બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle