શું તમને શોલે ફિલ્મનો એક સીન યાદ છે જેમાં બસંતી સાથે લગ્ન કરવાની જિદ્દને લઈ વીરૂ પાણીની ટાંકી પર ચઢી જાય છે. આજે 2021ના વર્ષમાં પણ 1975માં આવેલી ફિલ્મનો તે સીન રીક્રિએટ થઈ રહ્યો છે. તાજેતરમાં એક વ્યક્તિ પાણીની ટાંકી પર તો નહીં પણ વીજળીના થાંભલા પર ચઢી ગયો હતો.
પત્ની તેને કહ્યા વગર ઘરેથી જતી રહી આવા નજીવા કારણને લઈ દુ:ખી થઈને તે થાંભલા પર ચઢી ગયો હતો. આ ઘટનામાં વીજળીના થાંભલા પર ચઢેલા શખ્સને જોઈને લોકો ગભરાઈ ગયા હતા.
પહેલા તો તેમણે તેને નીચે ઉતરી જવા ખૂબ સમજાવ્યો પરંતુ જ્યારે તેને મનાવવામાં સફળતા ન મળી ત્યારે તેણે પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસ દ્વારા તેને ખૂબ સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો.
આ ઘટના ગુરૂવારે બની હતી. પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, તે વ્યક્તિ દારૂના નશામાં હતો અને તેની પત્ની તેને કહ્યા વગર જ ક્યાંક જતી રહી હતી. આ કારણે પરેશાન થઈને તે વીજળીના થાંભલા પર ચઢી ગયો હતો.
જોકે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ભારે મહેનતથી તેને નીચે ઉતાર્યો હતો અને બાદમાં તેને થાણામાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં તેનો સંપૂર્ણ નશો ઉતરી ગયો હતો અને બાદમાં પોલીસે તેને સમજાવીને ઘરે મોકલી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle