હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મકાનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એક બાળક આગમાં ભડથું થઇ ગયું હતું. જ્યારે એક બાળક સમયસર ઘરની બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. આ દરમિયાન પોલીસ, મામલતદાર અને એમ્બ્યુલન્સ નહીં પહોંચતા ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બપોરે 12:30 વાગ્યાની આસપાસ આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ઘરની અંદર બે બાળકો હોવાથી પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયાં હતાં. જોકે એક બાળક સમયસર ઘરમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. જ્યારે ધૃવ નીતિનભાઇ પરમારનું આગમાં બળી જતા મોત નીપજ્યું હતું. સ્થાનિકો દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી. પણ બાળકનો જીવ બચી શક્યો નહોતો. બીજી તરફ પોલીસ, મામલતદાર અને એમ્બ્યુલન્સ નહીં પહોંચતા ગામ લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તાલુકા પંચાયતની બેઠકના સભ્ય જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તરસવા ગામમાં મકાનમાં આગ લાગતા એક બાળકનું મૃત્યુ થયું છે. ગ્રામજનોએ મામતલદાર અને ટીડીઓને જાણ કર્યાંના અઢી કલાક થયા હોવા છતાં એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ ન હતી. કોઇ અધિકારીઓ અહીં ફરક્યા નથી.
સ્થાનિક હસમુખભાઇએ જણાવ્યું હતું કે, બાળકનું મૃત્યુ થયું હોવા છતાં અહીં કોઇ અધિકારીઓ આવ્યા નથી કે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર તલાટી આવ્યા છે, તેઓએ અધિકારીઓને પણ જાણ કરી છે. પરંતું, હજી કોઇ દેખાયુ નથી. આ સમગ્ર ઘટના વાઘોડિયા તાલુકાના તરસવા ગામની છે.
આ ઉપરાંત 27 ફેબ્રુઆરીએ ટેરેસ ઉપર લગાવવામાં આવેલા મોબાઇલ ટાવરમાં પણ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, પરંતુ, લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આર્થિક ફાયદા માટે લોકો પોતાના બિલ્ડિંગના ટાવર ઉપર મોબાઈલ કંપનીઓના ટાવર લગાવે છે. પરંતુ, આ ટાવરો લોકો માટે જોખમરૂપ પુરવાર થતા હોય છે. આ ઘટના વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી યોગેશ્વર ટાઉનશિપ વિભાગ-1માં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle