સુરતમાં સંતાનો અને પત્ની પર એસિડ એટેક પછી પણ ન ‘ધરાયો’ પિતા- હવે જેલમાંથી આપી રહ્યો છે ધમકી

સુરતના વરાછા વિસ્તારની અર્ચના સ્કુલ પાસે આવેલી હરીધામ સોસાયટીમાં વર્ષ 2019ની 8મી ઓગસ્ટએ હત્યારા પતિ છગનવાળાએ ભર ઊંઘમાં પત્ની અને દીકરા-દીકરીઓ પર એસિડ એટેક કરી ફરાર થઇ ગયો હતો. જેમાં 20 દિવસ પછી પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જયારે દીકરી પ્રવીણાની એક આંખ ખરાબ થઈ ગઈ છે, ઉપરાંત દીકરી અલ્પાને એસિડને કારણે ઈજા થઈ, તો એમબીબીએસનો અભ્યાસ કરતા દીકરા ભાર્ગવનો પણ ચહેરો અને શરીર એસિડને કારણે ખરાબ થઈ ગયુ હતું. આજે ભાર્ગવ MBBSનો અભ્યાસ પૂરું કરી ચુક્યો છે અને સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો છે અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યો છે.

પરિવાર ખુશ હતું, અને સુખી સંસાર ચાલી રહ્યો હતો. પરંતુ, પારિવારિક ઝઘડો એ હદે વધી ગયો હતો કે અચાનક સગા પિતા દ્વારા ઘરના સભ્યો પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. આ ઘરમાં માતાની મમતા નથી અને પિતાના આશીર્વાદ નથી, જે પિતા એ આ કૃત્ય કર્યું તે હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ છે. પરિવાર પર એસિડ એટેક કરીને હત્યારો છગનવાળા પહેલા જૂનાગઢ ત્યાંથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પુણે, હરિદ્વાર, અને છેવટે મુંબઈથી સુરત આવ્યો હતો.

તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો હતો. હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યુ હતું. પરંતુ પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી. પરંતુ છેવટે તો એ પાંજરે જ પુરાયો હતો. હવે આ પિતા જેલમાંથી ફોન કરીને પુત્ર ભાર્ગવ પર દબાણ લાવી રહ્યો છે કે, સમાધાન કરો જેથી પિતા બહાર નીકળી શકે. પરંતુ આ પરિવાર હવે પિતા સાથે વાત પણ નથી કરવા માંગતો નથી.

ફરિયાદી પુત્રનો પિતા હીરાના કારખાનામાં કામ કરતો હતો. હીરાના કારખાનામાં હીરા સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી તેણે 40 રૂપિયામાં બે એસિડની બોટલ ખરીદી. અને રાત્રીના સમયે ઘરે લઈને આવ્યો હતો. ત્યારબાદ ઉંઘમાં જ પત્ની અને સંતાનો પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. ઘરકંકાસ ચાલતો હોવાને કારણે કંટાળીને પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા માટે એસિડથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો.

આજે આ પરિવાર અટવાઈ ગયું છે. જોકે આ તમામ એક ફાઇટર છે, આજે પણ આ જીવન જીવવા માંગે છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે. છગન વાળાને દારૂ પીવાની ટેવ હતી. અને તે કારણે ઘરમાં રૂપિયાને લઈ કંકાસ થતો હતો. વારંવાર ઝઘડો થતો ત્યારે પિતા ધમકી આપતા હતા કે, તમારી હત્યા કરી નાંખીશ, પરંતુ પરિવારને લાગ્યું કે ગુસ્સામાં બોલે છે. પરંતુ તેણે આ વાત સાચી કરી બતાવી હતી.

પુત્ર પિતાને મળવા તૈયાર નથી. દીકરીને વિચાર આવે છે કે પિતા ને જેલ મળવા જવું જોઈએ, પરંતુ માતાની યાદ અને ભાઈની તકલીફ દેખાતા, મન બદલી નાખે છે. અને હવે આ પરિવાર ફરી એક વાર પોલીસ પાસે મદદ માંગી રહ્યું છે. કારણ કે, પિતા હવે જેલમાંથી ફોન કરીને ધમકી આપી રહ્યા છે. લાજપોર જેલમાથી જે મોબાઇલ ફોન ઉપરથી ફોન આવ્યા છે એ બીજા ત્રણ કેદીઓ પણ જેલની બહાર ફોન કરતાં હોવાનું કોલ ડિટેઇલની તપાસ કરતાં ખૂલ્યું હતું.

આરોપી પિતા છગન વાળા લાજપોર જેલમાં બંધ હોવાં છતાં તે જેલના લેન્ડ લાઇન નંબર ઉપરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી છગન વાળા મોબાઇલ ફોન ઉપરથી પણ કોલ કરતો હતો. પુત્ર ભાર્ગવ ઉપરાંત પુત્રી પ્રવિણા તથા અલ્પાના વેવાઈ અને મોટા ભાઇને પણ ફોન કરી સમાધાન કરવા માટે કોલ કરતો હોવાથી ભાર્ગવે કેસની સુનવણી દરમિયાન કોર્ટનું ધ્યાન દોર્યું હતું.

જે ત્રણ મોબાઇલ નંબર ઉપરથી ફોન આવતા હતા તે નંબર કોર્ટમાં આપતાં પોલીસ સફાળી જાગી હતી. જેલમાં બિનધાસ્ત ચાલી રહેલા નેટવર્કની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવતાં તેમણે આ નંબર પૈકી એક નંબરની કોલ ડિટેઇલ કઢાવતાં આ નંબર ઉપરથી જેલમાં બંધ એમ.ડી.ડ્રગ્સના ડિલર ઈસ્તિયાઝ ઈસ્માઇલ શેખ તેના પરિવારના સભ્યો સાથે નિયમિત વાત કરતો હતો. તે ઉપરાંત હત્યાનો આરોપી બબલુ મોરેશ્વર તાયડે પણ તેના સંબંધીઓ સાથે વાત કરતો હતો .

ઢીંગલી ફળિયાના ગુલામ સાબીર કુરેશી પણ તેનો ઉપયોગ કરતો હતો અને તેની બહેન જ આ સીમકાર્ડ આપી ગઈ હોવાની વિગતો બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે ચારેય વિદ્ધ ગુનો નોંધ્યો છે. લાજપોર જેલની અંદર રહેલા કેદીઓની એક બાદ એક હરકતો બહાર આવી રહી છે અને જેલ તંત્ર સામે સવાલો ઉભા કરી રહી છે. જેલમાં રહેલા કેદી સુધરે તે માટે બંધ કરવામાં આવતા હોય છે. આ દરમિયાન હાલ સુરતની લાજપોર જેલ તો મીટર વગરની ટેકસીની જેમ કેદીઓ દોડાવી રહ્યા હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *