સરકાર એક તરફ “ભણશે ગુજરાત”ના દાવા કરી રહી છે પણ એ દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે. સરકારે લાયબ્રેરીઓ તો બનવી દીધી પરંતુ લાયબ્રેરીમાં પુસ્તકો મુકવામાં આવ્યા નથી. ગુજરાત રાજ્યમાં પુસ્તકો વગર પુસ્તકાલયો, ગ્રંથપાલ વગર ગ્રંથાલયો ચાલી રહ્યા છે. આ ઘટસ્ફોટ ગુજરાત વિધાનસભામાં વિપક્ષે માંગેલી માહિતીના જવાબમાં રૂપાણી સરકારે આપ્યો છે. ગુજરાત રાજ્યમાં 121 સરકારી પુસ્તકાલયો આવેલા છે.
અત્રે નોંધનીય છે કે, આ પુસ્તકાલયોમાં ગ્રંથપાલની 7 જગ્યાઓ ભરાયેલ છે જેની સામે 28 જગ્યાઓ ખાલી છે. જ્યારે કુલ મહેકમ પૈકી 129 જગ્યાઓ ભરાયેલ છે જેની સામે 187 જગ્યાઓ ખાલી છે. પોરબંદર, બોટાદ અને મોરબી જીલ્લામાં તો એક પણ જગ્યા ભરેલી નથી. ત્યારે રાજ્યમાં સરકારી પુસ્તકાલયોમાં પુરતી રકમ ફાળવવા આવી રહી નથી.
અહી જીલ્લાવાર પુસ્તકાલયોની વાત કરવામાં આવે તો, તાપી માં 5, વલસાડ માં 4, આણંદ માં 2, પંચમહાલ માં 2, ગાંધીનગર માં 5, રાજકોટ માં 2, દાહોદ માં 4, છોટાઉદેપુર માં 4, નર્મદા માં 4, વડોદરા માં 5, નવસારી માં 4, સુરત માં 9, દેવભૂમિ-દ્વારકા માં 2, પોરબંદર માં 1, ગીર-સોમનાથ માં 2, બોટાદ માં 1, ખેડા માં 1, મહીસાગર માં 2, ભરૂચ માં 7, ડાંગ માં 2, પાટણ માં 5, મહેસાણા માં 5, બનાસકાંઠા માં 7, કચ્છ માં 5, અમરેલી માં 3, ભાવનગર માં 2, જામનગર માં 1, મોરબી માં 2, જુનાગઢ માં 2, અરવલ્લી માં 4, સાબરકાંઠા માં 5, અમદાવાદ માં 6, સુરેન્દ્રનગર માં 6 આમ ગુજરાત રાજ્યમાં કુલ 121 પુસ્તકાલયો આવેલા છે.
ગુજરાત રાજ્યમાં ગ્રંથપાલ વગર ગ્રંથાલયો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અહી ગ્રંથાલયોમાં ગ્રંથપાલની ભરતી અંગે વાત કરવામાં આવે તો, તાપી માં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, વલસાડમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, આણંદ ૦ જયારે ખાલી જગ્યા ૧, પંચમહાલમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, ગાંધીનગરમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, રાજકોટમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, દાહોદમાં ભરેલી જગ્યા ૨ જયારે ખાલી જગ્યા ૧, છોટાઉદેપુરમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, નર્મદામાં ભરેલી જગ્યા ૨ જયારે ખાલી જગ્યા ૨, વડોદરામાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, નવસારીમાં ભરેલી જગ્યા ૧ જયારે ખાલી જગ્યા ૨.
સુરતમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, દેવભૂમિ-દ્વારકામાં ભરેલી જગ્યા ૧ જયારે ખાલી જગ્યા ૧, પોરબંદરમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૦, ગીર-સોમનાથમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૦, બોટાદમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૦, ખેડામાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, મહીસાગરમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૦, ભરૂચમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧.
ડાંગમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, પાટણમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૦, મહેસાણામાં ભરેલી જગ્યા ૧ જયારે ખાલી જગ્યા ૧, બનાસકાંઠામાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, કચ્છમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, અમરેલીમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, ભાવનગરમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, જામનગરમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, મોરબીમાં ભરેલી જગ્યા ૦ ૦, જુનાગઢમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, અરવલ્લીમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૦, સાબરકાંઠામાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, અમદાવાદમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧, સુરેન્દ્રનગરમાં ભરેલી જગ્યા ૦ જયારે ખાલી જગ્યા ૧ આમ કુલ ૭ ભરેલી જગ્યા અને 28 જગ્યા ખાલી પડી છે.
રાજ્યમાં બે વર્ષમાં કુટીર ઉદ્યોગ શરૂ કરવા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં ૧,૧૪,૫૦૩ અરજીઓ મળી તે પૈકી ૮૨,૬૪૩ અરજીઓ મંજૂર કરીને બેંકોને ભલામણ કરવામાં આવી. બેંકોને ભલામણ કરવામાં આવેલ અરજીઓ પૈકી બેંકોએ માત્ર ૬૦,૦૯૪ અરજીઓ જ મંજૂર કરી. રાજ્ય સરકાર કુટીર ઉદ્યોગ શરૂ કરવા મળેલ અરજીઓ મંજૂર કરીને બેંકોને ભલામણ કરે છે પરંતુ બેંકો અરજદારોને લોન મંજૂર કરતી નથી. રાજ્ય સરકારે આપેલા આંકડાઓ મુજબ મહીસાગર, આણંદ અને ખેડા જીલ્લામાં બેંકોને ભલામણ કરેલ અરજીઓની સંખ્યા કરતાં બેંકો દ્વારા મંજૂર કરેલ અરજીઓની સંખ્યા વધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle