હાલના સમયમાં જયારે ટેક્નોલોજી તથા મોડર્ન જમાનામાં અનેક પ્રાચીન પ્રથાઓ નાબૂદ થઈ ગઈ છે ત્યારે જો કે, હજુ પણ સમાજમાં અનેક રિવાજો એવા છે કે, જેને તિલાંજલિ આપવાનો સમય આવી ગયો છે. અમુક વય મર્યાદા વટાવ્યા પછી જો કોઈ પરિણીત મહિલા અથવા તો પુરુષનું મોત થાય તો તેમને સંપૂર્ણ જીવન વિધુર અથવા તો વિધવા તરીકે જીવન ગુજારવું પડે છે.
રાજ્યમાં આવેલ નવસારીમાં અનાવિલ પરિવારે સમાજને નવી રાહ ચીંધતાં 3 વર્ષ અગાઉ વિધુર બનેલા વિકેનભાઇ તથા ગત વર્ષે વિધવા થયેલાં દીપ્તિબેનના મનમેળાપ કરાવીને શિવરાત્રિએ લગ્નગ્રંથિ જોડ્યા હતા કે, જેમાં સાળાએ બનેવી તથા સાસુએ પુત્રવધૂને નવું લગ્નજીવન અપાવ્યું હતું.
મૂળ તલિયારાના તથા હાલમાં વલસાડ રહેતા વિકેનભાઇ નાયકનાં પત્નીનું 3 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું તથા નવસારીના દીપ્તિબેન દેસાઇના પતિનું કોરોનાને લીધે ગત વર્ષે અવસાન થયું હતું. બન્નેના પરિવારોની સાથે તેમના શ્વસુરપક્ષને પણ તેમનું આ એકલવાયું જીવન જોવાતું ન હતું.
વિકેનભાઇ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરી રહ્યાં છે તેમજ દીપ્તિબેન બ્યૂટીપાર્લરનો વ્યવસાય કરી રહ્યાં છે. દીપ્તિબેન વિકેનભાઇના સાળા હિરેનભાઇનાં પત્ની વંદનાબેનને ત્યાં ઘણી વખત બ્યૂટીપાર્લરના કામ માટે જતા હતા. આ દરમિયાન હિરેનભાઇ તથા તેમના મામા કિરણભાઇને વિચાર આવ્યો હતો કે, વિકેનભાઇ તથા દીપ્તિબેનના લગ્ન અંગે આપણે વાત કરવી જોઈએ.
હિરેનભાઇએ દીપ્તિબેનનાં સાસુ, નણંદ તથા નણદોઇને આ બાબત અંગેની જાણ કરીને તેમને વિચાર સારો લાગ્યો હતો. જો કે, શરૂઆતમાં દીપ્તિબેનને ફરી લગ્નગ્રંથિથી જોડાવવાની કોઇ ઇચ્છા ન હતી. ત્યારબાદ તેમને સાસુ તથા નણંદ હેમાબેને સમજાવીને પ્રેરણા આપી હતી.
ત્યારપછી તેઓ માન્યાં હતાં. શિવરાત્રિના પાવન દિને 4 પરિવારે એકસાથે મળીને વિકેનભાઇ નાયક તથા દીપ્તિબેન દેસાઇના પુન:લગ્ન કરાવીને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. દીપ્તિબેનનાં સાસુએ તેમને દીકરીની જેમ પરણાવીને ભાવુક થઇ ગયાં હતાં.
આની સાથે જ ત્યાં હાજર તમામ સભ્યની આંખ પણ ભીની થઈ ગઈ હતી. વિકેનભાઇ નાયકનો એક દીકરો પણ છે કે, જે ઓસ્ટ્રેલિયામાં રહે છે તેમજ તેણે પણ અનોખા લગ્ન ઓનલાઇન નિહાળ્યા હતા. વિકેનભાઇ તથા દીપ્તિબેનના લગ્નએ અનાવિલ સમાજ અને અન્ય સમાજોને માટે નવી રાહ ચીંધી છે.
અનાવિલ સમાજમાં એક નવી શરૂઆત:
શિવરાત્રિનાં દિવસે દીપ્તિબેન તથા વિકેનભાઈના લગ્ન મારફતે અનાવિલ સમાજમાં એક નવી શરૂઆત થઈ છે. આ લગ્ન દ્વારા અનાવિલ સમાજની સાથે જ બીજા સમાજમાં પણ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતાં વિધુર તથા વિધવાને પ્રેરણા મળશે તેમજ તેમનું શેષ જીવન સુખમય રીતે પસાર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle