સરકારી વિભાગો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ હવે કોઈ પણ સરકારી ઓફિસના અધિકારી 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જૂના સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ માટે Ministry of Road Transport and Highways દ્વારા એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.
હાલ આ પ્રસ્તાવ પર ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને તમામ હિતધારકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. સૂચનો પર વિચાર કર્યા બાદ મંત્રાલય તરફથી ફાઈનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જો તેને આખરી ઓપ આપવામાં આવશે તો આ વ્યવસ્થા લાગુ થઈ જશે. મંત્રાલય દ્વારા આ અંગે નિયમોમાં સંશોધન માટે નોટિફિકેશન બહાર પાડીને સંબંધિત પક્ષો પાસેથી તેમના મત મંગાવવામાં આવ્યા છે.
નોટિફિકેશન પ્રમાણે એક વાર આ પ્રસ્તાવને મંજૂરી બાદ આ નિયમ તમામ સરકારી ગાડીઓ- કેન્દ્ર અને રાજ્ય સરકાર, સંઘ શાસિત પ્રદેશ, સાર્વજનિક કાર્યક્રમો, નગર નિગમો અને સ્વાયત્ત શાખાઓ માટે લાગુ થશે. મંત્રાલયે ટ્વીટ કરીને આ પ્રસ્તાવની જાણકારી આપી. નોંધનીય છે કે, દેશમાં પરિવહન ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર થઈ રહ્યા છે. રોડ સેફ્ટીને કોઈ પણ સંજોગોમાં સુનિશ્ચિત કરવાનું કામ ઝડપથી ચાલુ છે.
આ ક્રમમાં સરકાર કારમાં ફ્રન્ટ એરબેગને જરૂરી કરવા જઈ રહી છે. કારમાં સફર કરનારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. પરિવહન મંત્રાલય દ્વારા કાયદા મંત્રાલય પાસે આ અંગે એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો કે, ફ્રન્ટ એરબેગના નોટિફિકેશનને મંજૂર કરવામાં આવે. ખબર મુજબ કાયદા મંત્રાલયે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના આ પ્રસ્તાવ પર પોતાની સહમતિ આપી દીધી છે.
નવું ડ્રાફ્ટ નોટિફિકેશન 12 માર્ચના રોજ બહાર પાડવામાં આવ્યું છે. જેના પર તમામ હિતધારકો પાસે 30 દિવસની અંદર સૂચનો મંગાવવામાં આવ્યા છે. મંત્રાલયે આ પગલું એવા સમયે લીધુ છે કે, જ્યારે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં વોલેન્ટ્રી વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી લાવવાની જાહેરાત કરી ચૂકી છે. આ હેઠળ પોલીસે પર્સનલ વ્હીકલ 20 વર્ષ બાદ અને કોમર્શિયલ વ્હીકલે 15 વર્ષ બાદ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. આ ઉપરાંત આ ટેસ્ટ પાસ ન કરનારા વાહનોના ઉપયોગ કરવાથી ભારે ભરખમ દંડ લગાવવાની સાથે આવી ગાડીઓ જપ્ત પણ કરવામાં આવશે.
ગત બજેટમાં થઈ હતી જાહેરાત:
15 વર્ષથી જૂની ગાડીઓની ઘણી ઓછી રિસેલ વેલ્યૂ છે અને તે ઘણુ પ્રદૂષણ ફેલાવે છે. જેના કારણે આ નિર્ણય લેવાથી દેશના વાતાવરણમાં ઘણો ફેરફાર દેખાશે. આ વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસીની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. Ministry of Road Transport and Highwaysએ 15 વર્ષ જૂના સરકારી વાહનોને એપ્રિલ 2022થી સ્ક્રેપમાં મોકલવાની પોલીસીને મંજૂરી આપી દીધી છે. જેના કારણે સરકારી જૂની ગાડીઓ પણ સ્ક્રેપમાં મોકલાશે.
મળતી માહિતી અનુસાર, બજેટ 2021માં સ્ક્રેપ પોલીસી દરેક લોકો માટે લાગુ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે 2030 સુધી દેશને સંપૂર્ણ રીતે ઇ-મોબિલિટી પર લાવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. આ પાછળનો હેતુ દેશના ક્રૂડ ઑયલ બિલને ઘટાડવાનો છે. આ સાથે-સાથે દેશમાં દિવસેને દિવસે વધી રહેલા પ્રદુષણને પણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle