હાલમાં ગુજરાતને ગર્વનો અનીભ્વ થાય એવી જાણકારી સામે આવી છે. હાલના સમયમાં લિલોતરીની કલ્પના ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે ત્યારે પાટડીમાં આવેલ માલણપુર ગામમાં પ્રવેશતાની સાથે જ તળાવની પાળે, મંદિરના ફરતે અથવા તો માર્ગની બન્ને તરફ લિલીછમ્મ હવાની સાથે વાતો કરતા ગગનચુંબી વૃક્ષો લહેરાતા જોવા મળે છે.
માલણપુર ગામમાં વનવિભાગ તથા ગ્રામજનોના સહિયારા પ્રયત્ન દ્વારા લગભગ 1.5 લાખના ખર્ચે બોરમાંથી માર્ગ સુધી પાઇપલાઇન નાખીને ગામમાં આવેલ તળાવની પાળે લિંબડા, પેલ્ટ્રાફોમ, નિલગીરી, ગુલમહોર, ઉંમરા,વડ, સરૂ તથા કળજી મળી 6400 વૃક્ષો, ગામમાં આવેલ બુટભવાની માતાનાં મંદિરની ફરતે 1100 વૃક્ષો, માલણપુરનાં મુખ્ય રસ્તાની બન્ને તરફ પાંજરાવાળા 500 વૃક્ષો તથા અન્ય 500 વૃક્ષો મળીને ગામમાં કુલ 8,500 જેટલા વૃક્ષોનું જતન કરવામાં આવે છે.
આની સિવાય ગામની મહિલાઓ સહિત બધાં ગ્રામજનો દ્વારા દર રવિવારે દલિત વિસ્તાર સહિત ગામના તમામ વિસ્તારમાં સઘન સફાઇ પણ કરવામાં આવે છે. માલણપુર ગામનાં ગ્રામજનો દ્વારા લોકફાળો કરીને સમગ્ર ગામને લગભગ 2 લાખના ખર્ચે 28 જેટલા CCTV કેમેરા વડે સંપૂર્ણ ગામને CCTV કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યું છે.
આની સાથે જ આગામી દિવસોમાં સંપૂર્ણ ગામને વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ગામમાં 100 % શૌચાલયની સુવિધાથી સજ્જ એવા ગામમાં આઝાદી પછીથી ફક્ત એકવાર ચુંટણીનું આયોજન થયું છે.
નિવૃત ફોરેસ્ટર ઝીંણાજી કેસાજી લેંચીયા જણાવે છે કે, રોડની બન્ને તરફ પાંજરાવાળા છોડ તથા વૃક્ષોમાં ચકલા લગાવવામાં આવ્યા છે. ગ્રામજનોના સહકાર દ્વારા 3 વર્ષની અથાગ મહેનત પછી હાલમાં ગામમાં ચારેય તરફ હરીયાળી પથરાયેલી જોવા મળે છે.
માલણપુરના ગ્રામજનો બન્યાં અન્યો માટે પ્રેરણારૂપ :
આ અંગે પૂર્વ સરપંચ પરોષોતમભાઇ જાદવ જણાવતાં કહે છે કે, ગામમાં વર્ષોથી પૂર્વજો દ્વારા કૂતરા માટે પાણીની પરબ માટે તથા ગાયોના ઘાસચારા માટે અલગ અલગ ખેતરો ફાળવવામાં આવ્યા છે. આ ખેતરોમાંથી જે આવક થાય એ ગાયો, કૂતરા તથા પાણીની પરબ માટે જ વાપરવામાં આવે છે. માલણપુર 150 વિઘા ગૌચરની જમીન છે તથા ગ્રામજનોએ લગભગ 2 લાખના ખર્ચે ગામમાં સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle