માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થવાં જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી. આ ઘટના રાજ્યમાં આવેલ સુરત નજીકથી સામે આવી છે. સુરત પાસે આવેલ કોસંબા નજીક બાઈક તથા કારની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ગત તારીખ 11મી માર્ચના રોજ કોસંબા પાસે સર્જાયેલ અકસ્માતમાં બાઇક સ્લીપ મારી જતા સામેથી આવતી કાર પલટી મારી ગઈ હતી. ઇકો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને અને બાઇક પર જતા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટનાને લીધે આજુબાજુમાંથી પસાર થતા લોકોએ રેસ્ક્યુ કાર્ય કર્યું હતું.
જો કે, સમગ્ર એક્સિડન્ટના વીડિયો CCTV સ્વરૂપે સામે આવ્યા હતા. જેમાં રોડ પર જતો બાઇકચાલક સામે પહોંચતા જ સ્લીપ થાય છે જેને લીધે તેના ટાયર ઉપરથી પસાર થતી વખતે પલટી મારી જાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, સુરતમાં આવેલ ચલથાણ પ્રિન્સ કટ નજીક ટ્રક ચાલકે એકાએક હાઇ-વે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો.
ટ્રક સામેની તરફથી અંદર રસ્તો ક્રોસ કરીને ધીરે-ધીરે બીજી તરફના રોડ પર આવી રહી હતી. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવતી પિક અપ ગાડી ટ્રકના પાછળના ભાગે અથડાઈને પલટી મારી ગઈ હતી. જો કે, ટ્રક ચાલક તો મદમસ્ત રીતે ટ્રકને ચલાવીને ત્યાંથી નીકળી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle